Proud of Gujarat
GujaratFeaturedINDIA

નેત્રંગ પોલીસ સ્ટેશનની જર્જરીત હાલતથી પોલીસ કર્મી જીવનાં જોખમે ફરજ બજાવવા મજબુર બન્યા છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાનાં વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી અલગ નેત્રંગ તાલુકો બન્યા બાદ તાત્કાલિક ધોરણે નેત્રંગ પોલીસ સ્ટેશન બદલવા તેમની જુની જજૅરીત ઓફિસમાં કાયૅરત કરાયું હતું. જેમાં દર વષૅ ચોમાસાની સિઝનમાં પોલીસ સ્ટેશનનાં જુના મકાનમાં ટપકતા વરસાદી પાણીથી કમ્પ્યુટર, વાયરલેસ, જરૂરી ફાઇલો, હથિયારો વગેરેને ભારે નુકસાન પહોંચતું હતું, અને ગુનેગારને લોકઅપમાં મુકવા સહિત પોલીસ કર્મીઓને ભારે ફરજ ઉપર હાડમારીનો સામનો કરવો પડતા આખા પોલીસ સ્ટેશનને વરસાદી પાણીથી બચાવવા તાડપત્રીથી ઢાંકવું પડતું હતું, તેમ છતાં પોલીસ સ્ટેશન ઉપર પાણી ફરી વળતું હતું. ત્યારબાદ આ બાબતની મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને જીલ્લા પોલીસ વડાને લેખિત રજુઆત બાદ નવા પો.સ્ટેશનનાં મકાન-ક્વોટસૅનું કરોડો રૂપિયાનાં ખર્ચે બાંધકામ કરવામાં આવ્યું હતું. અત્યાઆધુનિક પો.સ્ટેશનનાં મકાન-ક્વોટસૅને બન્યાને પાંચ-છ મહિના જેટલો લાંબો સમયગાળો પસાર થઇ ચુક્યો છે,પરંતુ વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં કારણે નવા પો.સ્ટેશનનાં મકાન-ક્વોટસૅનાં ઉદ્ઘાટનમાં વિલંબ થયાનું સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જેથી પોલીસ કર્મીઓને જુના જજૅરીત મકાનમાં જીવના જોખમે ફરજ બજાવવા મજબુર બન્યા છે. જ્યારે બીજી બાજુએ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી અંકલેશ્વર-ભરૂચ-ઝધડીયા જેવા અંતરિયાળ વિસ્તારનાં ગામોમાંથી કે અન્ય જિલ્લામાંથી જીવના જોખમે આવે છે. નેત્રંગમાં રહેવાની કોઇ વ્યવસ્થા નહીં હોવાથી ભાડુઆત તરીકે રહેતા હોવાથી પોતાના પગારમાંથી દર મહિને મકાનનું ભાડું ચુકવતા હોય છે,અને જુની જજૅરીત ઓફિસમાં પોલીસ સ્ટેશન આટલા લાંબા સમયથી ચાલતું હોવાથી પોલીસ કર્મીને કામગીરીનું ભારણ સાથે અનેક તકલીફો સામનો કરવો પડે છે. આ બાબતે અંકલેશ્વર વિભાગીય પોલીસવડા અને ભરૂચ જીલ્લા પોલીસ વડા નેત્રંગ પોલીસને પડતી હાલકીને ગંભીરતા લઇને તાત્કાલિક ધોરણે નવા પોલીસ સ્ટેશનનાં મકાન-ક્વોટસૅનું ઉદ્ઘાટન કરીને કાયૅરત કરવામાં આવે તેવી સખત જરૂરિયાત જણાઇ રહી છે.

Advertisement

Share

Related posts

ડી.સી.એમ કોલેજ વિરમગામ ખાતે ગીતા જયંતિની ઉજવણી કરવામા  આવી

ProudOfGujarat

મોરવા હડફના ધારાસભ્ય નીમીષા સુથારને આદિજાતિ મંત્રી બનાવવા સામે માંગરોળમાં બી.ટી.પી. ના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

નડિયાદ જિલ્લા બાળ સુરક્ષા એકમને સતત બીજા વર્ષે શ્રેષ્ઠતાનો એવોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!