Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને ચાર રસ્તા પર એકત્રિત થઈ શ્રદ્ધાંજલી અર્પિત કરી ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા ભારતનાં વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરાઇ હતી. તેમજ ચીનનાં પ્રધાનમંત્રીનું પૂતળું દહન કરી વિરોધ વ્યક્ત કરાયો હતો. ચીન દ્વારા ભારત સાથે સરહદ પર કરાઇ રહેલી અવળ ચંડાઇનાં પડઘા હવે અંતરિયાળ વિસ્તારનાં ગામોમાં પણ જોવા મળી રહ્યા છે. જેના ભાગરૂપે ઠેર ઠેર દેશની જનતાનો ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શુક્રવારનાં રોજ ભરૂચનાં નેત્રંગ ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ચીન સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં કોંગી કાર્યકરોએ જિંનપિંગનાં પૂતળાનું દહન કર્યું હતું. તેમજ ચીન સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા દેશના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. નેત્રંગ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંજય વસાવા યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણનાં અધ્યક્ષતામાં કાર્યકરોએ સરકાર પાસે વીર જવાનોની શહાદત એળે ન જાય એ માટે ચીન સાથે બદલો લેવા માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના પાલેજ અથવા ટંકારીયા ખાતે ફાયર સ્ટેશન સુવિધા ઉભી કરવા ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત.

ProudOfGujarat

સિંગતેલના ભાવમા થયો આસમાની વધારો : જાણો કેટલા રૂપિયાનો થયો ઉછાળો

ProudOfGujarat

ગ્રામ્ય કક્ષાએ લોકડાઉનનો અમલ કરાવવાની જવાબદારી સરપંચો ઉઠાવે : DGP

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!