પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકામાં જુન માસનાં પ્રારંભની સાથે આકાશમાં ઘેરા વાદળો નજરે પડતા ગમે ત્યારે મેઘરાજાનું આગમન થશે તેવી શક્યતાઓ જણાઇ રહી હતી, અને થોડા દિવસો બાદ નેત્રંગ તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોએ હોંશેહોંશે ખેતર ખેડી સોયાબીનનું વાવેતર કયુૅ હતું, પરંતુ ત્યારબાદ મેધરાજા રિસાઈ જતાં એટલે કે વરસાદ ખેંચાતા સોયાબીનનો પાક નિષ્ફળ જવાની શક્યતાઓ જણાઇ રહી છે. ખેડુતોની નવેસરથી સોયાબીનનું વાવેતર કરતાં ખેડુતોની હાલત દયનીય બની જવા પામી છે. જ્યારે બોર-કુવા,તળાવ,ચેકડેમમાં પાણી સુકાતા શેરડી,કપાસ,કેળા સહિતનાં પિયત પાકને એટલે કે ખેતીમાં ભારે નુકસાનની ભીતી જણાઇ રહી છે,અને સમગ્ર વિસ્તારમાં ભયંકર ગરમી-બફાળાથી ધરતીપુત્રો પસીને રેબઝેબ થઇ ગયા છે. તેવા સંજોગોમાં મેઘરાજાને મનાવવા અને નેત્રંગ તાલુકા સહિત આજુબાજુનાં વિસ્તારમાં વહેલી તકે સારો વરસાદ થાય તે હેતુસર નવા નગર ગામની મહિલાઓ હોમ-હવન,મેઘરાજાની આરતી ઉતારી અને સુત્રોચ્ચારો કરીને આજીજી કરી હતી. આવનાર સમયમાં મેઘરાજાનું વાજતેગાજતે આગમનની આદિવાસી વિસ્તારનાં રહીશો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
નેત્રંગ તાલુકામાં મેઘરાજાને મનાવવા મહિલાઓએ હોમ-હવન કર્યા હતા.
Advertisement