નેત્રંગના આંજોલી ગામે મોબાઈલ સંતાડવા બાબતે ઠપકો આપતા પુત્રએ પોતાની સગી માતા ઉપર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. માતાને પોતાનો મોબાઈલ સંતાડ્યો હોવાનિ શંકા પોતાના પુત્ર ઉપર જતા ઠપકો આપ્યો હતો. પરંતુ પુત્રએ આવેશમાં ટીબલું લઇ પોતાની જન્મદાતા માતાનું માથું ફોડી નાખતા તેને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યારે પોતાની સાસુ ઉપર હુમલો થતા પુત્રવધુએ પોતાના જ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસે આરોપીને પકડી જેલ ભેગો કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કોઈપણ વ્યક્તિનાં જીવનમાં સવિશેષ પણે પોતાની જન્મદાતા માતાનું અનોખું મહત્વ રહેલું હોય છે, પરંતુ આજના કલિયુગમાં જેવા આદર્શ મુલ્યોને પણ અપમાનિત કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જેમાં નેત્રંગ તાલુકાના આંજોલી ગામે રહેતા કોકીલાબેન વસાવા ગતરોજ પોતાના જ ઘરે બેઠા હતા જે દરમ્યાન કોકીલાબેન પોતાના ઘરમાં મુકેલ પોતાનો મોબાઈલ શોધવા લાગ્યા હતા. પરંતુ ઘરમાં શોધખોળ કરવા છતાં મોબાઈલ નહિ મળતા પોતાનો મોબાઈલ પુત્રએ સંતાડ્યો હોવાની શંકા જતા આવું ન કરવા તેને ઠપકો આપ્યો હતો. જેથી કોકીલાબેન વસાવા અને તેમનો પુત્ર કિશોર વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી. જેમાં પુત્રે આવેશમાં આવી પોતાની સગીમાત ઉપર ટીબલુ વડે હુમલો કર્યો હતો. જેથી કોકીલાબેન ને કપાળ, કાન અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે આજુબાજુના રહીશો ભેગા થઇ જતા ઈજાગ્રસ્ત કોકિલાબેનને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેમને વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાજુ આજના સમયમાં વિધારિત પરિસ્થિતિઓ વચ્ચે પણ પુત્રવધુ પણ પુત્રની ફરજ બજાવતા પોતાની સાસુ ઉપર હુમલો થતા પુત્રવધુ ઇલાબેન વસાવાએ વ્હારે આવી પોતાના જ પતિ વિરુધ્દ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસ તંત્રએ હુમલાખોર કિશોર વસાવાને પકડી જેલના સળીયા પાંચાલ ધકેલી દીધો હતો.