પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકાર દ્વારા વહીવટ કરવાના હેતુસર રેવન્યુ તલાટીને અલગ કેડર ઉભી કરવામાં આવી હતી,અને તમામ તાલુકાદીઠ તલાટીની ભરતી કરવામાં આવી હતી,તે મુજબ જીલ્લા અને તલાટી જોબચાટૅ મુજબ હાલ કામગીરી કરી રહેલ છે,પરંતુ કમનસીબે નેત્રંગ તાલુકામાં ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ રેવન્યુ તલાટી હોવા છતાં પંચાયતી તલાટી પાસે કામગીરી કરાવવામાં આવી રહી છે,તો રાજ્ય સરકારના તાબા હેઠળ મુકેલ રેવન્યુ તલાટીને તેમના જોબચાટૅ મુજબ કામગીરી સોંપવામાં આવે જેથી પંચાયતી તલાટીની કામગીરી ઓછી થઇ શકે છે,તેવી માંગ સાથે નેત્રંગ તાલુકા તલાટી મંડળ દ્વારા નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવતા સરકારીતંત્રમાં ચકચાર મચી જવા પામી હતી.
Advertisement