Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેપાળમાં ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી, 128 ના મોત, અનેક ઘાયલ

Share

નેપાળમાં ગઈકાલે મોડી રાત્રે ભયાનક ભૂકંપ આવ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં 128 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 100 લોકો ઘાયલ થયા છે, 6.4 ની તીવ્રતાના ભૂકંપમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

નેપાળમાં ગઈકાલે 6.4 ની તીવ્રતાના ભૂકંપના કારણે તબાહી મચી ગઈ છે. આ ભૂકંપ આશરે 11.54 કલાકે આવ્યો હતો, જેમા અનેક મકાનો ધરાશાયી થયા હતા. દિલ્હી-NCR માં પણ મોડી રાત્રે ભૂકંપના મોટા આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યૂપી-બિહારમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા બાદ લોકો પોતાના ઘરોની બહાર દોડી આવ્યા હતા. નેપાળ સરકારના જણાવ્યા અનુસાર રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સરકારના પ્રવક્તા અનુસાર નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ આજે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેવા જશે.

Advertisement

નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં ભૂકંપના આંચકા 40 સેકન્ડ સુધી અનુભવાયા હતા.


Share

Related posts

તિલકવાડા તાલુકાનાં ડાભીયા ગામની અશ્વિની નદીમાં ભેંસોને પાણી પીવડાવવા ગયેલ ૫૦ વર્ષીય આધેડનું નદીમાં ડૂબી જતા મોત.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વ પહેલા વડોદરામાં ફુડ ચેકીંગ વિભાગના દરોડા

ProudOfGujarat

પાલેજ ઉભેલા ટ્રક પાછળ હાઈવા ઘૂસી જતા દ્રાઈવર નું મોત- કંડકટર નો આબાદ બચાવ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!