Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીમાં ચકચારી આત્મહત્યા : દીકરા બાદ એજ વૃક્ષ પર માં-બાપે કરી આત્મહત્યા

Share

કોરોના મહામારીએ અનેક પરિવારના માળા વીંખી નાખ્યા છે. નવસારી જિલ્લાના વાંસદામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો.

વૃક્ષ પર જુવાનજોધ દિકરાની લાશ લટકતી જોઈને ભાંગી પડેલા માતા-પિતાએ પણ તેની નજીકની જ ડાળી પર લટકી જઈને જીવનનો અંત આણ્યો હતો. નવસારીના વાંસદા જિલ્લાના મોળાઆંબા ગામે પરિવારે સામુહિક આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોના મહામારીના કારણે વધુ એક પરિવાર વિંખાઈ ગયો છે.

Advertisement

નવસારીના વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે નવસારીના વાંસદા જિલ્લાના મોળાઆંબા ગામે પરિવારે સામુહિક આત્મહત્યા કરતા અરેરાટી વ્યાપી ગઈ છે. કોરોના મહામારીના કારણે વધુ એક પરિવાર વિંખાઈ ગયો છે. નવસારીના વાંસદાના મોળાઆંબા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. ગામની સીમમાં આવેલ વૃક્ષ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

જાણે કે વિધિના લેખ કોઇ બદલી શકતું ન હોય એમ પરિવારની નજર ચૂકવીને ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ યોગેશે જીવન ટૂંકાવી લીધું હતું. કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતાં માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યાં હતાં. એ દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી. પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયાં હતાં. તેમણે પણ પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. માતા-પિતા અને ભાઈએ ફોન રિસીવ ન કરતાં દીકરી ચિંતામાં મુકાઈ હતી. ગોપજી ઘોટાળને બે દીકરી છે, જેમાંથી એક દીકરીને ગામમાં જ પરણાવી હતી.


Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માથી રૂ ૩.૫૦ કરોડની સનસનાટી ભરી લૂંટ

ProudOfGujarat

ગોધરા : મોદીના કાર્યક્રમમા કેટલીક બસ ફાળવતા ખાનગી વાહનચાલકોને ઠાસોઠાસ ભરીને દોડાવ્યા

ProudOfGujarat

પંચમહાલમાં બોર્ડની ઉત્તરવહી તપાસણી શરૂ કરવામાં આવતાં કોરોનાને લઇને સેન્ટરોને પણ સેનેટાઇઝ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!