નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટસએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16 મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી.
સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો. નવસારીની 16 વર્ષીય સગીરા સાથે આરોપીએ વોટસએપ ઉપર મિત્રતા કેળવી હતી. દરમિયાન ગત 16 મી જૂને યુવકે પોતાને કેન્સર હોવાનું કહીને તેની સહાનૂભતિ જતી હતી. પછી તબિયત સારી ન હોવાનું કહી તેને તબિયત પૂછવાને બહાને મળવા બોલાવી હતી. આથી સગીરા ઘરે કોઈને કહ્યા વગર તેને મળવા દોડી ગઈ હતી.
સગીરા પારડી આવતા યુવક તેને બાઇક ઉપર બેસાડી અવાવરૂ ફાર્મમાં લઇ ગયો હતો. આ મોબાઈલ પર અજાણ્યા નંબરથી આવેલા મિસ કોલ બાદ યુવક પોતાનું નામ રાહુલ હોવાનું જણાવી સગીરા સાથે વ્હોટસએપ પર વાત કરતો હતો. એ બાદ પોતાને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી હોવાનું જણાવતાં સગીરા અજાણ્યા યુવકની વાતોમાં ભોળવાઈ તેની ખબરઅંતર પૂછવા ઘરેથી સ્કૂલે જાઉં છું કહી પારડી ચાર રસ્તા યુવકના કહેવા મુજબ ચિરાગ નામના યુવક સાથે બાઈક પર બેસી ગઇ હતી.
તેને પારડીના ડુંગરી ગામે અવાવરૂં ફાર્મ હાઉસમાં લઈ જઇ રાહુલ ચિરાગ કોઈ નહિ, પરંતુ હું પોતે જ અમિત બારિયા છું અને તારી જોડે વ્હોટસએપ પર વાત કરું છું કહી સગીરાના હાથ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. એ અંગે ફરિયાદ દાખલ થતાં પોલીસે આરોપી અમિત કાંતિભાઈ બારિયા રહે- ઉદવાડા, ઓરવાડ ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ, ઓમ સોસાયટી, આશીર્વાદ બંગલો ખાતેથી ધરપકડ કરી પૂછપરછ કરતાં આરોપી ડુંગરી ફ્લિમ ટેક કંપનીમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
પોલીસે યુવક સામે પોસ્કો, બળાત્કાર અને એટ્રોસિટીની કલમનો ઉમેરો કરી તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. થોડા સમય પહેલા વડોદરામાં પણ કબડ્ડી પ્લેયર પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે આપઘાત કરી લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીના ઘરે 8 જૂને દિશાંત દિપક કહાર તથા નાઝીમ ઇસ્માઇલ રહીમ મિર્ઝા ભેગા થયા હતા. જ્યાં યુવતીને બળજબરીથી દારૂ પીવડાવ્યા બાદ દિશાંતે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના બાદ યુવતીને લાગી આવતાં તેણે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
ગોરવા પોલીસે આ ઘટના બાદ બંને આરોપી દિશાંત કહાર અને નાઝીમ મિર્ઝાને ઝડપી લીધા હતા. દરમિયાન, પંચોને સાથે રાખી ગોરવા પીઆઇ આર.સી કાનમિયા અને તેમની ટીમ બંને આરોપીને લઇને બુધવારે બપોરે સુભાનપુરામાં જીએસટી ભવન નજીક આવેલા વ્રજવિહાર ફ્લેટના પહેલા માળના મકાનમાં પહોંચી હતી. આ ફ્લેટમાં સગીરા એકલી રહેતી હતી અને ત્યાં જ તેની પર દુષ્કર્મ થયું હતું. પોલીસે માત્ર 10 દિવસમાં જ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરીને ગુનાખોરી ડામવા પ્રત્યેની કટિબદ્ધતાનો પરિચય કરાવ્યો છે.