મરીન પોલીસ ની કામગીરી ની પોલ ન ખુલે એટલે દૂર રાખવા આવ્યા??????
જીગર નાયક, નવસારી
ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના શુક્રવારે વાર્ષિક ઇન્સ્પેકશન ટાણે યોજાયેલ ડી.એસ.પી. ના લોક દરબારમાં ટ્રાફિક, નો પ્રશ્ન, મૅધર ભાટના લોકોએ પાસપોર્ટ ઇન્કવાયરી માટે 25 કી. મી. દૂર ધોલાઈ સુધી લાબું થવું પડતું હોય. અને અન્ય બીજી કાંઠા વિસ્તાર ની સમસ્યા જણાવાઈ હતી. પોલીસ વડા એ પણ 6 મસમાં મૅધર ભાટ ત્રણ રસ્તે નવી પોલીસ ચોકી ઉભી કરવાની ખાત્રી આપી હતી. રાજકીય અગ્રણીઓને લોકદબારથી અળગા રખાતા તર્ક વિતર્ક સર્જાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનનું નવસારી ડી.એસ.પી. ડો. ગીરીશ પંડ્યા એ વાર્ષિક ઇન્સ્પેકશન હાથ ધર્યું હતું. મરીન પોલીસ સ્ટેશન માં દરિયા કીનારાના ધોલાઈ, મૅધર, અને ભાટ ગામો આવે છે. ડી.એસ.પી.ના ઇન્સ્પેકશન ટાણે ધોલાઈ ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાંઠા વિસ્તરના સ્થાનિકોએ તેમની સમસ્યા તેમને જણાવી હતી. જેમાં ડી.એસ.પી રજુઆત કરતાં સ્થાનિકોએ અને ભાટ ગામના સરપંચએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનથી મૅધર અને ભાટ ગામો 25 કિલોમીટર દૂર આવેલા છે. જેથી પોલીસ સ્ટેશનને લગતી કામગીરી અર્થે તેમણે આટલો મોટો ચકરાવો ખાવો પડે છે. જેથી પાસપોર્ટ ઇન્કવાયરી અને અને અન્ય કામો ઘર આંગણે જ થાય તો તેમનો સમય, પૈસા ની બચત થઈ શકે અને તેમની મુશ્કેલીનું નિવારણ થઈ શકે. ડી.એસ.પી એ પણ આ સમસ્યા નું વહેલી તકે નિવારણ લાવવાની ખાત્રી આપી હતી. લોક દરબારમાં ગામમાં કિશોરો દ્વારા ચલાવાતી મોપેડ બાઇકો નો પ્રશ્ન બપન ઉપસ્થિત થયો હતો. લગ્ન માં ખોટા ખર્ચ અને નાચગાનમાં કોઈ અપ્રિય ઘટના નહીં બને તે માટે નાચગાન પર ઓછો ખર્ચ કરવાનો લોકોએ કરેલા નિર્ણયને વધાવી લેવાયો હતો. દરિયા કિનારે વસવાટ કરતા સાગરખેડુ પરિવારોને દરિયામાં કે ગામમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જણાઈ તો તેની તુરંત જાણ પોલીસને કરવા સહિતના મહત્વના સૂચનો જણાવાયા હતા. જોકે પોલીસ ના આ લોક દરબારમાં તાલુકા પંચાયત સભ્ય ભાણીબેન પટેલ, ભાજપ સંગઠન ના પ્રમુખ અને રાજકીય અગ્રણી શાંતિલાલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય મથુર ટંડેલ, જિલ્લા પંચાયત સભ્ય અને બીજા રાજકીય અગ્રણીઓને તેમજ મીડિયા ને આ લોક દરબારની જાણ કરવામાં આવી ન હતી. જે કારણે રોષની લાગણી ફેલાવા પામી છે. આ લોક દરબારમાં મૅધર, ભાટ અને ધોલાઈ ના આશરે 50 જેટલા ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા. ભાટ સરપંચ સવિતા ટંડેલ, મૅધર સરપંચ કોકિલા ટંડેલ, અને ધોલાઈ સરપંચ બીના ટંડેલ આ લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા.