નવસારી જિલ્લાના ખેરગામ વિસ્તારમાં કોરોના મહામારીના પગલે અનેક અગ્રણી તથા વેપારીઓ કોરોનાનાં દર્દીઓને સારી સારવાર મળે તે માટે રેફરલ હોસ્પિટલમાં ઓક્સિજન, કન્સ્ટ્રેટર મશીન, માસ્ક, પીપીકીટ સહિતની આરોગ્યલક્ષી લાખો રૂપિયાની સામગ્રી ઉદાર હાથે આપવામાં આવી રહી છે, ગામના મોબાઈલ એસોસીએશન તરફથી પણ ગુરુવારે રેફરલ હોસ્પિટલના તબીબને 1300 જેટલા N95 માસ્ક આપવામાં આવ્યા હતા, તબીબે હોસ્પિટલ અને દર્દીઓ માટે મહેકાવેલી માનવતા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કાર્તિક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement