Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી : ચાંપલઘારમાં મુસ્લિમ લિંચિંગ ઘટનામાં આરોપીઓને પોલીસ છાવરતી હોવાના આક્ષેપ સાથે જમીયતે ઉલેમાએ હિંદ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હતું.

Share

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં ચાંપલધરા ગામમાં મુસ્લિમ લિંચિંગની ઘટના બની હતી. આ ઘટનામાં કેટલાક દબંગો દ્વારા મુસ્લિમ પિતા-પુત્ર ઉપર હુમલો થયો હતો.આ ઘટનાને વખોડી કાઢતાં આ જમીયતે ઉલ્માએ હિંદ દ્વારા કલેકટરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ચાંપલધારા ગામનાં દબંગ તત્વો મુસ્લિમોનાં ઘરો પર હુમલા કરી નિર્દયતાપૂર્વક મારમારે છે, ગામમાં ભય અને આતંક મચાવે છે, મુસ્લિમ પિતા-પુત્ર પર હુમલો કરી ગાળો આપી અમાનવીય કૃત્ય કરી માર મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. વાંસદાની સ્થાનિક પોલીસ એ 0 નંબરથી ફરિયાદ લેવા ઈનકાર કર્યો હતો. જમીયતે ઉલ્માએ હિંદનાં અગ્રણીઓ આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોલીસ પોતાની ફરજ બજાવતા ના હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

ભારતમાં ગરીબી એટલે આર્થિક નબળો વર્ગ નહીં ? પરંતુ વ્યક્તિગત જીવનનો થશે અભ્યાસ…જાણો વધુ…???

ProudOfGujarat

નર્મદા, ભરૂચ તથા વડોદરામાં ઘરફોડ ચોરી કરેલ આરોપી હરીયાણા ખાતેથી ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ દ્વારા પાણીના પ્રશ્ને પાલિકા પ્રમુખ તેમજ પાણી વિભાગના ચેરમેનને કરાઇ રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!