Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના સચીન રોડ પરથી વિદેશી દારૂ સાથે નામચીન બુટલેગરને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાન્ચ.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર પો.કમિશનર સુરત શહેર તથા અધિક અધિક પોલીસ કમિશનર,ટ્રાફિક એન્ડ ક્રાઇમ,તથા મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન તથા ક્રાઇમબ્રાન્ચ ના પો.ઇન્સ.ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.વી.વી. ભોલા ની ટીમના સ્ટાફ દ્વારા મળેલ બાતમીના આધારે નવસારી,સચીન રોડ પર આવેલ પોપડાગામ ચાર રસ્તા પાસેથી વ્હાઇટ કલરની ફોરચ્યુનર કાર નં-GJ-01-KQ-2728 સાથે આરોપી નસીમુદ્દીન ઉર્ફે આજીદ નિજામુદ્દીન હાફીઝ ઉ .વ.36 રહેવાસી ઘર નં-૧૨૬૯/ઠક્કર બાપા વાસ,લક્ષી ટોકિઝની પાછળ નવસારી ને ઝડપી પાડેલ છે.આ આરોપી અગાઉ પ્રોહિબીશન ગુન્હાઓમાં નાસતો ફરતો હતો.આ આરોપી પાસેથી પોલીસે બે મોબાઈલ કિં.રૂ.૧૩૦૦૦/- તથા ફોરચ્યુનર કાર કિં.રૂ.૧૦.૦૦.૦૦૦ મળીને કુલ ૧૦,૧૩.૦૦૦/-ની મત્તાનો મુદ્રામાલ ઝડપી પાડ્યો હતો તથા આગળની કાયદાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ આરોપી દમણ વિસ્તારમાંથી મોટાપાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મ્ંગાવિને સુરત શહેર,સુરત જિલ્લા,નવસારી,પારડી,તથા પ્રોહિબિસન ના ગુન્હાઓમાં નાસતો ફરતો હતો.અગાઉ ૧૩ જેટલા પ્રોહી.ગુન્હાઓ તેના નામે પોલીસ ચોપડે નોંધાયેલ છે.

Advertisement

Share

Related posts

નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ દ્વારા નેત્રંગ ખાતે નેત્રયજ્ઞ યોજાયો હતો.

ProudOfGujarat

ગુજરાત કોંગ્રેસ ના મહામંત્રી અને ભરૂચ જિલ્લા ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા પક્ષ થી થયા નારાજ, ટૂંક સમય માં પાર્ટી છોડે તેવી શક્યતા

ProudOfGujarat

વરેડીયાના દલિત યુવાનનું ડમ્પર નીચે કચડાઇ જતાં કરુણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!