Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

નવસારી ના ચીખલી માં 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ ,ચીખલી પોલીસે ગણતરી ના કલાકો માં હવસખોર ને ઝડપી પાડ્યો..

Share

ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી 9 વર્ષીય બાળકી ને તેની પડોશમાં રહેતો 20 વર્ષીય રાકેશ નાયકા નામના યુવકે બોર આપવાની લાલચ આપી તેને ગામની નજીકમાં આવેલ એક શેરડીના ખેતરમાં લઈ ગયો હતો.જ્યાં આ બાળકી પર આ નરાધમ યુવકે દુષ્કર્મ કર્યુ હતુ.જે દરમિયાન બાળકી મોટેથી અવાજ કરતા આ હેવાન નરાધમે બાળકીના મોઢામાં કાદવ પણ નાંખ્યો હતો.તો આ નરાધમ યુવક ફુલ જેવી માસૂમ બાળકી પર દુષ્કર્મ કર્યાબાદ તેના સગાસંબંધી ને ત્યાં ભાગી ગયો હતો.જોકે ચીખલી પોલીસ મથકે ફરીયાદ નોધાતા ચીખલી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી આ નરાધમ યુવકને નવસારી ના અંબાળા ગામે રહેતા તેના સગાસંબંધીના ઘરે થી ઝડપી પાડ્યો હતો.તો દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી ને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવમાં આવી હતી.

Advertisement

Share

Related posts

નર્મદામાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી : મહારાષ્ટ્રથી આવેલ યુવકનો કોરોના પોઝીટીવ.

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં બસ પુલ પરથી નીચે ખાબકતાં 15 ના મોત, 20 થી વધુ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

બી. એડ. કોલેજ, માંગરોલ ખાતે નવી શિક્ષણ નીતિ અંગેની ચર્ચા અને નવ નિયુક્ત આચાર્યશ્રીઓનો સત્કાર સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!