એસ.ઓ.જી સુરતે નવસારી જિલ્લાનાં ચીખલી પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ ખુનની કોશીષ તેમજ અન્ય ગુનામાં નાસતા ફરતા બે આરોપી કોસંબા પોલિસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યા હતા. આ અંગે ની વિગત જોતા એસ.ઓ.જી સુરતના ઇન્ચાર્જ પી.આઈ પી.એન. ઝીંઝુવાડીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે પેટ્રોલિંગ કરતી એસ.ઓ.જી સુરાતના કર્મચારીઓએ બે ગુનેગારો રોહિતસિંહ ઉર્ફે આનંદ રાયસાહબસિંહ રાજપુત રહે. પાલોદ તાલુકો માંગરોળ જિલ્લા સુરત મુળ રહે. ઉત્તરપ્રદેશ અને સાજન ઉર્ફે રોહિત કમલાશંકર સરોજ રહે. પીપોદરા મુળ રહે. ઉત્તરપ્રદેશ ને ઝડપી પાડી કોસંબા પોલીસને શોપ્યા હતા. અને ચીખલી પોલિસને જાણ કરી હતી.
Advertisement