અંધ અને બધિર દિવ્યાંગોને લોકશાહીમાં ભાગીદાર બનવા કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાનો અનુરોધ
જીગર નાયક,નવસારી
નવસારી : ભારતના ચુંટણી પંચ, સેન્સ ઇન્ટરનેશલન ઇન્ડિયા અને નવસારી જિલ્લા ચુંટણી પ્રભાગના સંયુકત ઉપક્રમે દિવ્યાંગ હેલન કેલરના જન્મ દિવસે મમતા મંદિર નવસારી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાએ અંધ અને બધિર દિવ્યાંગોને લોકશાહીમાં ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, હેલન કેલરનો જન્મ અમેરિકામાં ૧૮૮૦ માં થયો હતો. તેઓ દોઢ વર્ષે બહેરાશ સાથે દિવ્યાંગ બન્યા હોવા છતાં શિક્ષણવિદ અને એકટીવ પોલિટીશીનય હતા. અમેરિકી સેનેટમાં બાળમજુરી અંગે તેઓ લડયા હતા. જેની સ્મૃતિરૂપે તેમના જન્મદિવસને લક્ષમાં લઇને દિવ્યાંગોમાં રહેલી શકિતને લોકતંત્રમાં જોડવાના આશય સાથે જાગૃત કરવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરે દિવ્યાંગો રજીસ્ટ્રેશન કરાવી, મતાધિકારીનો ઉપયોગ કરી, મજબુત લોકશાહીના પાયામાં ભાગીદાર બને તેવી અપીલ કરી જણાવ્યું હતું કે, દિવ્યાંગોમાં શકિતઓ રહેલી છે, એ શકિતને સ્વવિકાસ અને રાષ્ટ્રના વિકાસમાં જોડવાની છે. જેની જાગૃતિ માટે અમે અહી આવ્યા છે. દિવ્યાંગો અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે. લોકશાહીમાં તેમનું યોગદાન વધે તેવો આશય આ કાર્યક્રમનો રહેલો છે.
નાયબ જિલ્લા ચુંટણી અધિકારી પ્રજાપતિએ દિવ્યાંગોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, દિવ્યાંગોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ. ૧૮ વર્ષ પુર્ણ થયા બાદ ફોર્મ-૬ ભરીને મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીમાં ભાગીદાબ બનવા અનુરોધ કર્યો હતો.
ચુંટણી પંચના સ્ટેટ આઇકોન વિસ્પી કાસદ, નાયબ કલેકટર નૈતિકા પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમમાં મમતા મંદિરના બાળકો ઉપસ્થિત રહયા હતા.