નવસારીમાં વૃદ્ધને તેના દીકરા-વહુના સગાઈના ફોટાનું એડિટીંગ કરી સોશિયલ મિડિયામાં નગ્ન ફોટા મુકી બદનામ કરવાની ધમકી આપી 10 લાખની માંગણી કરી રૂ. 15 હજાર લઈને બાકીના પૈસાની ઉઘરાણી કરનાર સામે વૃદ્ધે ટાઉન પોલીસમાં બે સામે ફરિયાદ નોંધાવી છે.
નવસારીમાં જમશેદબાગની સામે રહેતા બિલાલ શેખ નામે શખ્સ રહે છે. તેમના પરિવારમાં દીકરાની સગાઈ થતા તેના ફોટો મોહમદ નામના શખ્સે મેળવી લઈ તે ફોટા વોટસએપ નંબર ઉપર બિલાલ શેખને મોકલ્યા હતા. મોહમદ નામના શખ્સે તે ફોટાનું એડિટીંગ કરી તેમાં સુધારાવધારા કરીને વૃદ્ધને તેના દીકરા અને વહુના નગ્ન ફોટા બનાવી ઈન્ટરનેટ ઉપર અપલોડ કરવાની ધમકી આપી હતી. ઉપરાંત ફોટા થકી બદનામ કરી ધમકી આપી જો બદનામ થવા નહીં માગતા હોય તો રૂ. 10 લાખ આપવા પડશે. આ પૈસા ફારૂક પઠાણને વહેલા પહોંચતા કરવા પડશે. ફારૂક મારા કામ કરે છે તેવું જણાવતા ફારૂકે રૂ. 15 હજાર લઈ બાકીના પૈસાની ઉઘરાણી કરી બદનામ કરવાની ધમકીઓ આપતા આખરે બિલાલ શેખે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.સૌજન્ય D.B