નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ આ લક્ઝરિયશ વીલા માં નવસારી ના સાંસદ સી આર પાટીલ પણ પોતાનો બંગલો ધરાવે છે અને અવારનવાર મુલાકાત લેતા રહે છે..
જીગર નાયક ,નવસારી
ગણદેવી નજીકના એંધલ ગામે ને.હા. નં. 48 પર આકાર લઈ રહેલા મેંગોનીઝ વીલા ના ડેવલોપર્સ સામે સુરત ના એક રહીશે એકજ બંગલો બે વાર વેચાણ કરાયો હોવા અંગેની ફરિયાદ ગણદેવી પોલીસમાં કરી છે. તેમણે ડેવલોપર્સ સહિત 8 જણાં સામે તેમની સાથે રૂ. 38 લાખની છેતરપિંડી કરાઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
ગણદેવી પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગણદેવી નજીકના એંધલ ગામે હાઈવે નં. 48 ઉપર આકાર લઈ રહેલ મેંગોનીઝ વીલા માં મહંમદઝફર મહંમદઅલી જહાંન, રહે. અડાજણ પાટિયા- ગોરાટ રોડ, રોશન મસ્જિદ પાસે, સુરત નાઓએ આ મેંગોનીઝ વીલા માં એક બંગલો પસંદ પડતા તેના ડેવલોપર્સ પાસેથી તેમણે તે બંગલો ખરીદ્યો હતો. અને પ્રથમ રૂ. 9 લાખનો ચેક અને ત્યારબાદ રૂ. 29 લાખ રોકડા મળી કુલ રૂ. 38 લાખ આપ્યા હતા. અને ડેવલોપર્સ તેમને તારીખ 10.10.2017ના રોજ આ મિલકતનો દસ્તાવેજ કરી આપ્યો હતો. દસ્તાવેજ થયાં બાદ મહંમદ ભાઈ મિલકત તેમના નામે કરાવવા દફતરે ગયા હતા. જ્યાં આ મિલકતના 7*12 ના ઉતારામાં આ મિલ્કત બે મહિના અગાઉ ડેવલોપર્સએ તા. 4.8.2017 નારોજ સુરત ના સુરેશભાઈ તોડી નામના શખ્સને વેચી હતી. અને તે મિલ્કત તેના નામ પર હતી. આમ તેમણે એકજ મિલ્કત બે જણાને વેચી હોવાનું બહાર આવતા મહંમદભાઈને પોતે છેતરાયા હોવાનું ધ્યાને આવતા તેમણે (1) વિનીત રજનીકાંત દેસાઈ, (2) રવિ રજનીકાંત દેસાઈ, (3) શ્રુતિ રવિ દેસાઈ, (4) પાર્થવી વિનીત દેસાઈ, (5) નિલીમાબેન ઇશ્વરલાલ દેસાઈ, (6) દેસાઈ ડેવલોપર્સ ના પ્રા. લી.ના ભાગીદાર રાજુભાઇ દેસાઈ, (7) ઓવરસીસ ડેવલોપર્સ પ્રા. લી. ના ભાગીદાર ઇલ્યાસભાઈ રેલ્વેવાળા, (8)શિવશક્તિ ગ્રુપ ના ભાગીદાર ભુપતભાઇ પોપટ મળી કુલ્લે 8 જણાં સામે રૂ. 38 લાખ લઈ અન્યની મિલકત વેચી હોવાની વિશ્વાસઘાત, ચેતરપિંડીની ફરિયાદ ગણદેવી પોલીસ સ્ટેશન માં કરતાં ગણદેવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.