Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-વાડા ગામે બંધ ઘરનું તાળું તોડી રૂપિયા બે લાખની મતાની ચોરી

Share

 

મરોલી પાસે આવેલા વાડા ગામે વાસુપૂજ્ય રેસિડેન્સીમાં રહેતો પરિવાર સામાજીક કામ માટે બહારગામ ગયા હતા. બંધ ઘરનું કોઈ ચોર ઈસમોએ તાળુ તોડીને સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ. 1.90 લાખની ચોરી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.

Advertisement

વાડા ગામની સીમમાં વાસુપૂજ્ય રેસિડેન્સીમાં શાહીનબેન લુહાર તેના પતિ તથા પરિવાર સાથે રહે છે. બે દિવસ પહેલા તેઓ સામાજીક કામ માટે બહારગામ ગયા હતા. તેમનું ઘર બંધ હોય તસ્કરોએ લાભ લઈને મુખ્ય તાળુ કોઈ સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તેમના બેડરૂમમાં મુકેલા બે લોખંડના કબાટનું તાળુ તોડીને અંદર મુકેલા સોનાના દાગીના તથા રોકડા મળી કુલ રૂ. 1.90 લાખની ચોરી કરી ગયા હતા. લુહાર દંપતી ઘરે આવતા જોયું તે તેમના ઘરનું તાળુ તૂટેલું અને ઘરની અંદર બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત પડેલી હતી અને બેડરૂમમાં મુકેલા કબાટના લોક તૂટેલા હતા અને સોનાના દાગીના તથા રોકડની ચોરી થઈ હોય તુરંત પોલીસ મથકે જાણ કરી હતી.સૌજન્ય


Share

Related posts

ગોધરા ખાતે વિશ્વ સાહિત્ય વિશે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો…

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે દશામાની પ્રતિમા વેચાણ નહીં થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે

ProudOfGujarat

શહેરા : પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ૨૬૮ વિદ્યાર્થીઓને ઘરે જઇને પ્રમાણપત્રો આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!