Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

નવસારી-ચીજગામની સીમમાંથી રૂ. 11,800ની મત્તાની ચોરી..

Share

 

જલાલપોર તાલુકાના ચીજગામની હદમાં જિંગાના તળાવ ઉપર મુકેલા રૂ. 7 હજારના વીજવાયરના બંડલ અને વાસણો મળી કુલ રૂ. 11800ની મત્તાની ચોરી થયાની ફરિયાદ જલાલપોર પોલીસમાં નોંધાઈ છે.

Advertisement

ચીજગામની સીમમાં રહેતા તુલસીબેન ટંડેલના ઘર નજીક જિંગાના તળાવ આવેલા છે ત્યાં તળાવની પાળ ઉપર રૂ. 7 હજારની કિંમતના ઈલેકટ્રીક વાયરના બંડલો મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત તુલસીબેનના વાડામાં મુકેલા રૂ. 3 હજારની કિંમતના પીત્તળના બેડા, રૂ. 500ની કિંમતનો પિત્તળનો ઘડો, રૂ. 500ની કિંમતની પિત્તળની ડોલ અને લોખંડની બોડીવાળા રૂ. 800ની કિંમતના પ્રાઈમસ નંગ 2 મળી કુલ રૂ. 11800ની કિંમતની મત્તાની ચોરી થઈ હતી. અજાણી કચરો વીણનારી ચાર મહિલાઓએ તે ચોરી કર્યાની આશંકા સાથે ભરતભાઈ ટંડેલે જલાલપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણી ચાર કચરો વીણવાવાળી મહિલાઓ ઉપર શંકાના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે…સૌજન્ય


Share

Related posts

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની પૂરજોશમાં તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

લીંબડી અમદાવાદ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર : સરસ્વતી પાર્કની સામે ડોર ટુ ડોર કચરાની ગાડી ફસાઈ : નગર પાલિકાની કામગીરી પર સવાલો ઉઠયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!