Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-બોરીયાચ ટોલનાકા પાસે 24.75 લાખનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો..

Share

 

સૌજન્ય-નવસારીનાં ને.હા.નં.48 ઉપરથી દમણથી સુરત તરફ વિદેશી દારૂ ભરેલ ટેમ્પો પસાર થતાં સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસને મળેલ બાતમીને આધારે બોરીયાચ ટોલનાકા ખાતેથી ઝડપી પાડ્યો હતો. જેમાં વિદેશી દારૂની બોટલો તથા મોબાઇલ, ટેમ્પો મળી કુલ રૂ.36.77 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ઘટનામાં ટેમ્પા ચાલકની અટક કરી નવસારી ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ રૂરલ પોલીસ સબ ઇન્સપેક્ટર ટી.આર.ચૌધરી કરી રહ્યાં છે.

Advertisement

ગાંધીનગર સ્થિત આવેલ સ્ટેટ મોનીટરીંગ સેલ વિભાગમાં સુરેશ ગોમાનભાઇ અ.હે.કો તરીકે ફરજ બજાવી રહ્યાં છે. સુરેશભાઇને બાતમી મળી હતી કે દમણથી એક ટેમ્પો નં.એમએચ.18. 8197 માં વિદેશી દારૂ ભરી ને.હા.નં.48 ઉપર થઇને સુરત તરફ જનાર છે. મળેલ બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ વિભાગ દ્વારા ને.હા.નં.48 બોરીયાચ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. સાંજે 6 વાગ્યાનાં સમયે બાતમીવાળા ટેમ્પો પસાર થતાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બોરીયાચ ટોલનાકા વલસાડ તરફના છેડે ટોલનાકાથી પંદરેક ફુટના અંતરે તેના ડ્રાઇવરને અટકાવ્યો હતો. જેમાં તપાસ કરતા વિદેશી દારૂનાં 432 નંગ બોક્ષમાં 10,852 બાટલીઓ કિંમત 24.75 લાખ મળી આવી હતી. જેથી ડ્રાઇવર કિશનસિંગ ચંદનસિંગ સાંજપતિ (રહે.કડોદરા ચાર રસ્તા, ખેડૂત મંડળી) પાસે આવેલા બનીરામ મારવાડીનાં રૂમમાં તા.પલસાણા જી.સુરત પાસે દારૂની પાસ પરમીટ માંગતા તે ન હોય તેની પોલીસે અટક કરી હતી. ટેમ્પો કિંમત 12 લાખ વિદેશી દારૂ કિંમત 24.75 લાખ, મોબાઇલ 500 મળી મળી કુલ્લે 36.77 લાખનાં મુદ્દામાલ જપપ્ત કર્યો હતો. ઘટનાની ફરીયાદ અ.હે.કો સુરેશ ગોમાનભાઇએ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી હતી.


Share

Related posts

કાલોલ : જીલ્લા પંચાયતના પ્રમુખ કુ. કામીનીબેન સોલંકીની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

સુરત : કતારગામમાં 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રી સિનિયર સીટીઝન સેન્ટર શરૂ કર્યું હતું પરંતુ તેનું લોકાર્પણ ન કરાતાં લોકોમાં રોષ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!