Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી-જમાલપોરમાં ધૂમ બાઈક હંકારતા યુવકે જીવ ગુમાવ્યો….

Share

 
સૌજન્ય-નવસારીમાં ગણદેવી તરફ જતા રોડ ઉપર જમાલપોર પેટ્રોલપંપ સામે વધુ એક અકસ્માતમાં બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ધુમ સ્ટાઈલમાં બાઈક હંકારનાર બેલેન્સ નહીં જાળવી શકતા બે બાઈક સાથે અથડાયા બાદ રોડ ઉપર ફસડાઈ પડતા ગંભીર ઈજાને પગલે મોત નીપજ્યું હતું. મૃતક યુવાન મુનસાડનો હોવાની માહિતી સાંપડી છે. અકસ્માતમાં બાઇક 40 ફૂટ ઘસડાઇ હતી. જમાલપોર રોડ ઉપર આ સાથે જ અકસ્માતની ઘટનામાં છેલ્લા 4 મહિનામાં કુલ 7 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે.

નવસારીથી ગણદેવીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર છેલ્લા 4 માસથી અકસ્માતની વણઝાર થઈ રહી છે. એક પછી એક અકસ્માતોને કારણે વાહનચાલકો મોતને ભેટી રહ્યા છે. નવસારીમાં સાંજે 4.38 કલાકની આસપાસ જમાલપોર સ્થિત પેટ્રોલપંપ સામે ધૂમ સ્ટાઈલમાં ગણદેવી તરફ આગળ ધપી રહેલા મુનસાડના વાડીકૂવા ફળિયામાં રહેતો આનંદ હળપતિ (ઉ.વ. 19) પલ્સર (નં. જીજે-21-બીજી-9602) લઈને પસાર થઈ રહ્યો હતો. એ વખતે ઓવરટેક કરવા જતાં એક બાઈકચાલક સાથે ટક્કર લાગતા તે બેલેન્સ ગુમાવી સામેથી આવતી અન્ય બે બાઈકમાં એક પછી એક ભટકાઈને રોડ ઉપર ફસડાઈ પડ્યો હતો. તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે લોકટોળુ એકત્ર થઈ ગયું હતું. ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે ધસી જઈ ટ્રાફિક દૂર કર્યો હતો. મૃતક યુવાનને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડાયો હતો. આ ઘટનાને લઈ વધુ એક વખત જમાલપોર વિસ્તારને અકસ્માત ઝોન ગણી વધુ સ્પીડબ્રેકર મુકવામાં આવે તેવી માગ ઉઠી છે.

Advertisement

જમાલપોરમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે સાંકડો છે. આ ઉપરાંત અહીં ઢોરની પણ સમસ્યા જોવા મળે છે. માર્ગ પર સ્પીડ બ્રેકર અને ડિવાઇડરના કારણે અવાનવાર સમાસ્યા ઉભી થાય છે તેનું નિરાકરણ આવે તેવી લોકો માંગ કરી રહ્યાં છે.

સીસીટીવીમાં કેદ થયેલી જમાલપોરની અકસ્માતની ઘટના.

સ્પીડબ્રેકર મુકાયા પરંતુ જગ્યા પસંદગી સામે સવાલ

અવારનવાર અકસ્માતને લઈ વાહનચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા અવારનવાર ઘટના અંગેના ચોક્કસ કારણો દર્શાવી લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો અને એ સાથે વહીવટીતંત્રની કામગીરી સામે પણ પ્રશ્ન ઉઠાવાયો હતો. જોકે એ પછી જમાલપોરમાં બે જગ્યાએ ઈંટાળવા ત્રણ રસ્તાથી આગળ બે સ્પીડબ્રેકર બનાવી તંત્રએ સંતોષ માન્યો હતો પરંતુ જમાલપોર ગ્રા.પં. પેટ્રોલપંપ અને જ્યાં શાળા નજીક છે તે સામે રોડ ઉપર એકપણ સ્પીડબ્રેકર મુકાયો નથી. તેના કારણે બુધવારે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય રહ્યું છે.


Share

Related posts

વડોદરામાં 4.62 લાખની કિંમતના ચરસ સાથે બે આરોપીની ધરપકડ, 3 વોન્ટેડ

ProudOfGujarat

ભરૂચ – બે કિશોરો ખાડામાં ડૂબી જવાના બનાવના ઘેરાપ્ર્ત્યાઘાત , શક્તિનાથ સર્કલ પાસે મૃતદેહો મૂકી ચક્કાજામ , જવાબદાર બિલ્ડર અને અન્યો સામે પગલાં ભરવા માંગ

ProudOfGujarat

ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ બેનયામીન રેસીડેન્સીમાં ફાયર સિસ્ટમમાં ગંભીર બેદરકારી છતાં ફાયર NOC અપાઈ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!