અશોકભાઇએ કુપોષણ નાબુદી માટે ૧૪૦ કિલો ઉપરાંત મધનું દાન કર્યું :
જીગર નાયક,નવસારી
નવસારી: સોલધરા ઇકો પોઇન્ટ ધીરે ધીરે એજયુકેશન પોઇન્ટ બની રહયો છે. આ ઇકો પોઇન્ટની નવસારી જિલ્લા કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાએ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પ્રકૃતિની જાળવણી ઓછા ખર્ચે કેવી રીતે કરી શકાય તેમજ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે થઇ શકે તે આશય હતો. આ કાર્ય અભિનંદનને પાત્ર છે.
કલેકટરે ગામના વડીલોની હાજરીમાં તળાવ પર બનાવેલા ઇકો પોઇન્ટનું નિદર્શન કર્યું હતું. ઇકો ફેન્ડલીબોટ, મત્સ્યપાલન, ઇન્ટીગ્રેટ ફાર્મિંગ, ઝાડની ડાળી પર બનાવેલા હિંચકા, કમાન્ડો નેટ તથા સહયાદ્રી એનીમલ સેવિંગ્સની સાપ બચાવવાની જાણકારી મેળવી હતી., કલેકટેર હનીબી ફાર્મ, સોલાર એનર્જી તથા ટ્રી હાઉસ વગેરેનું નિદર્શન કરીને સરાહના કરી હતી.
અશોકભાઇએ જણાવ્યું હતું કે, અમારા ઇકો પોઇન્ટની મુલાકાતે અનેક પર્યાવરણપ્રેમીઓ, મુલાકાતીઓ આવે છે. ગુજરાતભરમાંથી ખેડૂતો મધમાખીપાલનની જાણકારી લેવા આવે છે. અમારૂ અભિયાન છે દરેક વ્યતિ નેચર લવાર બને જેથી શરૂઆત બાળપણ થી જ થવી જોઇએ. સ્કુલોના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરીને પ્રકૃતિની સમજ આપવામાં આવે છે. સમાજમાં મધમાખી પ્રત્યે જાગૃત થાય અને બાળકો કૂપોષણથી બચે એ માટે સુરત અને નવસારીના કલેકટરોના વજન જેટલુ અંદાજિત ૧૪૦ કિલો ઉપરાંત અજમાનાં ફૂલો પરથી કાઢેલું મધ બાળકો માટે દાન કર્યું હતું.
કલેકટરોના હસ્તે ફળાઉ ઝાડોનું વૃક્ષારોપણ પણ કર્યું હતું.