Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાનો છીણમ ગામે રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો :

Share

ગ્રામજનો સાથે ગામના પ્રશ્નો સાંભળી સીધો સંવાદ કરતા કલેકટર :

Advertisement

જીગર નાયક,નવસારી

રાજય સરકાર ઘ્‍વારા લોકપ્રશ્નોને ઘરઆંગણે જઇને વાચા આપવા કલેકટરોને ગામડે જઇને રાત્રિ રોકાણ દરમિયાન પ્રશ્ન સાંભળીને ઉકેલ લાવવા સુચન કરવામાં આવ્‍યું હતું. જેના ભાગરૂપે ??નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના છીણમ ગામે જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ ગ્રામજનો સાથે રાત્રિના જનસંપર્ક કાર્યક્રમ કરી ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ માટે સીધો સંવાદ કર્યો હતો.
જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ જણાવ્‍યું હતું કે, છેલ્લા પાંચેક માસથી નવસારી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં રાત્રિસભા કરી ગ્રામજનોના પ્રશ્નોને વાંચા આપવા પ્રશ્નોનો યોગ્‍ય ઉકેલ લાવી હલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. રાત્રિ જનસંપર્ક કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવે છે કે દિવસે ગ્રામજનો પોતપોતાના કામે જતા હોવાથી કોઇના પ્રશ્નો બાકી ન રહે એવો શુભ આશય રહયો છે. ગામના નાના નાના પ્રશ્નો હોય છે, પરંતુ તેમને યોગ્‍ય દિશા મળતી ન હોવાથી આવા પ્રશ્નો બાકી રહી જાય છે. જેથી છીણમ ગામની જે રજૂઆત હશે તેને યોગ્‍ય રીતે હકારાત્‍મક નિકાલ કરાશે. અને રાજયકક્ષાના પ્રશ્નોને ગાંધીનગર મોકલવામાં આવશે. આજે છીણમ ગ્રામજનોની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી ગામના પ્રશ્નો માટે જાગૃત થયાં છે. તે માટે આનંદની લાગણી અનુભવું છું. રાત્રિ જન સંપર્ક કાર્યક્રમમાં છીણમ ગામના ગ્રામજનોએ ગામના રસ્‍તા, વૃધ્‍ધ, વિધવા પેન્‍શન, બી.પી.એલ.કાર્ડ કઢાવવા, આવાસ રોજગારીના પ્રશ્નો અંગે બહેનોએ રજૂઆત કરી હતી.
જે સંદર્ભે જિલ્લા કલેકટર ડૉ.મોડીયાએ શાંતિથી ગ્રામજનોને સાંભળી નાના મોટા તમામ પ્રશ્નોનો જિલ્લાકક્ષાએથી ઉકેલ હલ કરવા ખાતરી આપી હતી.ગામની બહેનોને ગામમાં પુરતી રોજગારી મળે એ માટે રોજગાર બાંહેધરી યોજનામાંથી રોજગારી મળે એવો પ્રયાસ કરાશે, એમ પણ જણાવાયું હતું.
ગામના વૃધ્‍ધ જમનાબેનનું આવાસ તૂટી જવાની રજૂઆત કરતા કલેકટરે જમનાબેનને શાંતિથી સાંભળી તેમનું આવાસ સમારકામ માટે ટુંક સમયમાં કામ હાથ ધરવા ખાતરી આપી હતી.
છીણમ ગામના ગામમાં કલેકટર રાત્રિસભામાં આવતા ગ્રામજનો ખુશીની લાગણી વ્‍યકત કરી હતી.
આ પ્રસંગે નવસારીના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત, જલાલપોર મામલતદાર શ્રી શાહ, તાલુકા પંચાયત કચેરીના શ્રી ધનગર, મરોલી પી.એસ.આઇ. શ્રી પલાસ, સરપંચ શ્રીમતી કિષ્‍નાબેન પટેલ, ઉપસરપંચ શ્રી સંજયભાઇ, તાલુકા પંચાયત સભ્‍ય શ્રી ગીતાબેન, ગામ અગ્રણી શ્રી હસુભાઇ પટેલ ઉપસ્‍થિત રહી પ્રશ્નોત્તરીમાં જોડાઇ ગામ વિકાસ માટે ચર્ચા યોજી હતી.


Share

Related posts

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર રિ-એન્ટ્રી : સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી.

ProudOfGujarat

ગોધરા: હાલોલ શામળાજી હાઇવે માર્ગ અંબાજી જતા પગપાળા સંઘોનો જમાવડો

ProudOfGujarat

પાલેજ મુખ્ય બજારની પાછળ આવેલા બેંક રોડ ખાતે રાત્રી દરમિયાન ચોર ટોળકીએ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ ૪૩ હજાર રૂપિયાની તસ્કરી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!