જીગર નાયક,નવસારી
કૃષ્ણ જન્મ મહોત્સવની દેશ અને દુનિયામા ઉલ્લાસભેર ઉજવણી કરવામા આવી હતી જેમા કૃષ્ણની લીલાઓ અપરંપાર છે જેમાની મટકી ફોડની પરંપરા વર્ષોથી પ્રચલિત છે નવસારી શહેરમા શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન આયોજિત દહીહાંડી મહોત્સવની ઉજવણી ત્રીજા વર્ષે સફળતાથી પાર પાડ્યુ છે શહેરના હાર્દ સમાન લુન્સીકુઈ મેદાન ખાતે દહીહાંડી સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા પુરુષોની સાથે મહિલા ટીમોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
છેલ્લા ત્રણ વર્ષથી સફળતા પુર્વક આયોજન કરી યોજવામા આવતા દહીહાંડી સ્પર્ધામા 9 ટીમોએ ભાગ લીધો હતો જેમા પુરુષ વિભાગની 9 ટીમો તથા મહિલા વિભાગની 3 ટીમોએ ભાગ લીધો હતો. મહિલા વિભાગમા ટાટા બોય્ઝ શાળાની વિધાર્થીનીઓ વિજેતા રહી હતી જેમને ટ્રોફી અને 5 હજારનુ ઈનામા આપવામા આવ્યુ હતુ જ્યારે પુરુષ વર્ગમા ઉભરાટ ઈન્ડીયન આર્મી ટીમ વિજેતા રહી હતી વિજેતા ટીમોને ટ્રોફી અને 25 હજારનુ ઈનામ આપવામા આવ્યુ હતુ સ્પર્ધામા ભાગ લેનાર તમામ ટીમોને પ્રોત્સાહન ઈનામરુપે ટ્રોફી આપી સન્માનવામા આવ્યા હતા. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે શહેરના રાજકીય પક્ષોના હોદ્દેદારોએ હાજરી આપી હતી નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટીમ દ્વારા ઈનામવિતરણ કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠનના પ્રમુખ કનકભાઈ બારોટ અને તેમની ટીમના સભ્યોએ તનતોડ મહેનત કરી ખડેપગે ઊભા રહી કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી હતી.મંડળના પ્રમુખ કનકભાઈ બારોટે કાર્યક્રમની સફળતા માટે દાતાઓનો આભાર માન્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા માટે રાતદિવસ મહેનત કરતા સભ્યોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.