Proud of Gujarat
GujaratFeaturedINDIA

નવસારી ખાતે તિરંગા યાત્રા યોજાઇ

Share


નવસારી શહેર દેશભકિતના ગાન સાથે ગુંજી ઊઠયું :

જીગર નાયક,નવસારી

Advertisement

દેશ પ્રત્‍યે રાષ્‍ટ્રભાવના કેળવાઇ અને લોકોમાં જાગૃતતા કેળવાઇ તે હેતુસર નવસારી ખાતે સ્‍વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્‍યાને તિરંગાયાત્રા યોજાઇ હતી. નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડિયાએ સંસ્‍કાર ભારતી સ્‍કુલ ખાતે તિરંગાયાત્રાનો લીલીઝંડી દ્વારા પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. તિરંગાયાત્રામાં પોલીસ બેન્‍ડની સુરાવલી સાથે પોલીસ જવાનો સહિત અન્‍યોની ૭૨ બાઇક સાથેની રેલી અને ખુલ્લી જીપમાં રાષ્‍ટ્રઘ્‍વજ સાથેની યાત્રા આશાપુરા માતાજી મંદિર, દૂધિયા તળાવ, સરકીટ હાઉસ, લુન્‍સીકૂઇ જુનાથાણા, કાલિયાવાડી થઇ ચોવીસી આર.ડી.પટેલ હાઈસ્‍કુલ ખાતે પહોંચી હતી. જયાં યુવાનોને દેશનની અખંડતાના શપથ લીધા હતી. માર્ગમાં આ રેલીનું દેશભકિતગીત અને ફૂલો સાથે ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

રાષ્‍ટ્રઘ્‍વજને આન-બાન-શાન સાથે સલામી આપી, નવસારી ધારાસભ્‍ય પિયુષભાઇ દેસાઇએ મશાલને પ્રજજવલિત કરી હતી. તિરંગાયાત્રા સમાપન અવસરે દેશભકિતગીતોની ધૂન ગુંજી ઊઠી હતી.

તિરંગાયાત્રા પ્રારંભ અને સમાપન અવસરે જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, જિલ્લા પોલીસ અધિક્ષક ગીરીશ પંડયા, કબીલપોરના સરપંચ છનાભાઇ, ચોવીસીના સરપંચ ઇલાબેન, પ્રાંત અધિકારી કુ.નેહા, શાળાના ટ્રસ્‍ટી ઓમપ્રકાશ અગ્રવાલ, રમતગમત અધિકારી ગેસ્‍ટ્રોલ વળવી, શિક્ષણાધિકારી કે.એફ.વસાવા, એમ.જી.વ્‍યાસ, સહિત નગરજનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.


Share

Related posts

ગાંધીનગર સેશન્સ કોર્ટ આજે ત્રણ વાગ્યે આસારામને સજા સંભળાવશે, બંને પક્ષોની દલીલો પૂર્ણ

ProudOfGujarat

નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના રોહદા ગામના રહેણાંક મકાનમાંથી ૩૬ હજારનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ટ્રાફીક સમસ્યા માટે સુરત ટ્રાફિક પોલીસ 35 દિવસ સુધી આઈ ફોલો કેમ્પિયન ચલાવશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!