Proud of Gujarat
GujaratFeaturedINDIA

રોટરી ક્લબ ગણદેવી દ્વારા ગડત ખાતે મેડીકલ કેમ્પ તથા નેત્રયજ્ઞ યોજાયો

Share

 

જીગર નાયક,નવસારી

Advertisement

રોટરી ક્લબ ગણદેવી દ્વારા અંબિકા હાઈસ્કૂલ ગડત ખાતે નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ વિનામુલ્યે નેત્રયજ્ઞ તથા રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો. જેમાં 333 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો

રોટરી ક્લબ ગણદેવી અંબિકા હાઈસ્કૂલ ગણત મંડળી તથા રોટરી આઇ ઇન્સ્ટિટયૂટ ના સંયુક્ત ઉપક્રમે અંબિકા હાઈસ્કૂલ ગડત ખાતે ગણદેવીની શકુંત હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ નેત્રયજ્ઞ તથા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જનરલ વિભાગમાં 81 દર્દી દંત દંત વિભાગમાં 21 દર્દી બાળરોગ વિભાગમાં 4 દર્દી અને સ્ત્રીરોગ વિભાગ માં 12 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો ,નેત્ર વિભાગમાં 185 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં 32 જેટલા દર્દીઓ મળતા રોટરી આઇ ઇન્સ્ટિટયૂટ નવસારી ખાતે વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરવામાં આવશે આ કેમ્પમાં 70 જેટલા દર્દીઓને રાહત દરે દસમા નું વિતરણ કરવામાં આવ્યું હતું આ સાથે યોજાયેલ રક્તદાન શિબિરમાં 26 યુનિટ રકત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દર્દીઓ માટે 2300 રૂપિયા ના વિવિધ તપાસો અને રિપોર્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા.


Share

Related posts

પડતર માંગોને લઇને ST નિગમના કર્મીઓ તા. 22 મીએ બસનાં પૈડાં થંભાવશે.

ProudOfGujarat

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

કોરોના દર્દીના સગાઓ અને ફરજ પરના હોમગાર્ડ જવાનો માટે દેડિયાપાડાના સેવાભાવી દંપતીની નિ:સ્વાર્થ ભાવની અનોખી સેવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!