Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

નવસારી જીલ્લા ના વાંસદા પો.સ્ટે. વિસ્તારમાંથી 4 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી આર.આર.સેલની ટીમ

Share

જીગર નાયક,નવસારી

નવસારી જીલ્લાના વાંસદા તાલુકાના મુખ્ય મથક વાંસદા પો.સ્ટે. વિસ્તારમાં આર આર સેલના પો.કો.અનિલભાઇ મહિજીભાઇ નાઓને ખાનગી રાખે બાતમી મળેલ કે “ (૧) નિમેશ ઉર્ફે ફૌજી મનુભાઇ સોલંકી રહે. પાલણ ફાટક ફળિયું ગુંદલાવ તા.જી.વલસાડ (૨) ભાવિન ઉર્ફે ભાવુ અશોકભાઇ પટેલ રહે. સુરવાડા ગામ તા.જી. વલસાડ નાઓએ દમણ થી એક સીલ્વર કલરની વગર નંબરની હુન્ડાઇ સેન્ટાફી ગાડી માં ઇંગ્લીસ દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ભરાવી તે જથ્થો ભરેલ ગાડી તેના ડ્રાઇવર તથા ક્લીનર નાઓ સાથે રવાના કરેલ છે. જે ગાડી બારડોલી ના કેયુરભાઇ રોહિતભાઇ ભંડારી રહે. બારડોલી ભંડારીવાડ તા.બારડોલી જી.સુરત ખાતે મોકલાઈ રહ્યો હોય બાતમીના આધારે કોન્સ્ટેબલ અનિલ મહજીએ વાંસદા હનુમાન બારી ચાર રસ્તા થી નિકળી મીઢાબારી ગામની સીમમાં આવેલ કાવેરી નદીના પુલ ઉપર ખાનગી વાહનોની આડ ઉભી કરી સદર બાતમી વાળી કાર આવતા તેને ત્યાંજ રોકવાની કોશીશ કરતા ડ્રાઇવર તથા તેની સાથેના એક માણસે કાર પુલ પર ઉભી રાખી નદીના કોતરોમાં નાશી ગયેલ અને સદર કારમાં જોતા કુલ બોક્ષ નંગ ૮૧ તથા છુટ્ટી બાટલીઓ મળી કુલ્લે બાટલી નંગ ૩૪૧૧ જેની કિ.રૂ.૪,૧૪,૩૦૦/- તથા હ્યુન્ડાયી સેન્ટાફી કાર નંબર વગરની જેની કિ.રૂ. ૮,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ ૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧૨,૧૪,૮૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે તેમજ સદર હયુંડાઇ કારનો ચાલક તથા ક્લીનર તેમજ સદર માલ મોકલનાર (૧) નિમેશ ઉર્ફે ફૌજી મનુભાઇ સોલંકી રહે. પાલણ ફાટક ફળિયું ગુંદલાવ તા.જી.વલસાડ (૨) ભાવિન ઉર્ફે ભાવુ અશોકભાઇ પટેલ રહે. સુરવાડા ગામ તા.જી. વલસાડ તથા સદર દારૂનો જથ્થો મંગાવનાર કેયુરભાઇ રોહિતભાઇ ભંડારી રહે. બારડોલી ભંડારીવાડ તા.બારડોલી જી.સુરત નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા વીજળી ત્રાટકતા એક પશુનું મોત અને એક મકાનને નુકસાન થયું

ProudOfGujarat

સુરતનાં ખટોદરા વિસ્તારમાંથી પસાર થતાં બી.આર.ટી.એસ.ના રૂટ ઉપર એક બસની અડફેટે રાહદારી યુવક ચઢી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ProudOfGujarat

રાજપીપલા : છૂટાછેડા લીધા પછી અલગ-અલગ ફોનથી ફોન ઉપર મારવાની ધમકી આપતા નિર્ભયા સ્કવોર્ડએ આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!