Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના કાપડ ઉદ્યોગ ના પ્રશ્નો ઉકેલની એકદમ નજીક, ટૂંક સમયમાં જ મહત્વની જાહેરાત

Share

જીગર નાયક,નવસારી

Advertisement

સુરતના કાપડ ઉદ્યોગના મહત્વના પ્રશ્નો અંગેની એક મહત્વની મીટીંગ આજે દિલ્હી ખાતે નાણામંત્રી શ્રી પીયુષ ગોયલ અને કાપડ મંત્રી શ્રીમતિ સ્મૃતિ ઈરાની સાથે સાંસદ સી આર પાટીલ અને સાંસદ પ્રભુ વસાવાએ કરી હતી. શ્રીમતી સ્મૃતિ ઈરાનીની સુરત મુલાકાત દરમ્યાન તેમને વેપારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા આજની મીટીંગમા હાજર અધિકારીઓને સૂચના આપી હતી. બન્ને મંત્રીઓએ સાંસદોને સુરતના કાપડ ઉદ્યોગના જીએસટીના વણ ઉકેલ્યા પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવવાની ખાત્રી આપીને એની જાહેરાત ટૂંક જ સમયમાં કરવાની વાત કરી હતી.

સાંસદ સી આર પાટીલે આજની મીટીંગ અંગે વિગત આપતા કહ્યું હતું કે, આજની મુલાકાત ખૂબ સકારાત્મક રહી છે. જીએસટી અંગેની લગભગ મહત્તમ મુશ્કેલી હવે દૂર થશે. આ મિટીંગમા શ્રીમતી સ્મૃતિ ઈરાની, ટેક્ષટાઈલ મંત્રીનો ખૂબ જ સકારાત્મક સહયોગ રહ્યો હતો.


Share

Related posts

વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે જીમ્નાસ્ટીક સ્પર્ધાઓનો પ્રારંભ.

ProudOfGujarat

ખેડા : મોંઘવારી અને બેરોજગારીને પગલે કોંગ્રેસ દ્વારા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ.

ProudOfGujarat

નડિયાદના ટુડેલ પાસે અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનુ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!