જીગર નાયક ,નવસારી
વરસાદે દક્ષિણગુજરાતને ધમરોડ્યા બાદ નદીઓને બન્ને કાંઠે વહેતી કરીને નીચાણવાળા વિસ્તારોમાં આફતો સર્જી હતી ત્યારે અમાસ અને બીજ ના દિવસે દરિયો માનવજીવન માટે આફતરૂપ બન્યો હતો.જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામમાં અમાસ અને બીજ ની ભરતીના પાણી ગામમાં ફરી વળ્યાં હતા ખાસ કરીને મોટા પથ્થરોથી બનેલ પ્રોટેક્શન વોલથી થોડે અંતરે બનાવેલ પાળો તૂટી જતા ઝડપભેર પાણી ગામમાં આવીજતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો ત્યારે હજી પ્રોટેક્શન વોલ ઊંચાઈ વાળી બનાવવામાં આવે એવી માંગો કરવામાં આવી છે.આજે ફરી ભરતી ની શકયતા માં કારણે ગ્રામજનો માં ભય નો માહોલ છે.
Advertisement