જીગર નાયક,નવસારી
નવસારી – નવસારી અગ્રવાલ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓના અધિકારી-કર્મચારીઓનો મતદાર યાદી અંગેનો તાલીમ વર્ગ યોજાયો હતો. જેમાં નાયબ કલેકટરો, મામલતદારો, નાયબ કલેકટરો વગેરેને મતદાર યાદી સંદર્ભે ગાંધીનગર મુખ્ય નિર્વાચન આયોગના અધિકારી એન.ડી.પરમાર, સિનિયર સીસ્ટમ સુપરવાઇઝર પ્રિતેશ ટેલર સહિતના અધિકારીઓ દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા.
તાલીમ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતેના મુખ્ય ચુંટણી અધિકારીની કચેરીના એન.ડી.પરમારે મતદારયાદીઓ તૈયાર કરવી તેની સાથે સુધારણા અને કાયદાકીય જોગવાઇઓ, મતદારયાદી સંલગ્ન રેકર્ડની જાળવણી, મતદાન મથકોનું પુનર્ગઠન વગેરે વિષયે વિસ્તૃત જાણકારી આપી હતી.
સિનિયર સીસ્ટમ સુપરવાઇઝર પ્રિતેશ ટેલરે સેવા મતદારોની નોંધણી, સર્વિસ વોટર, બીએલઓ રજીસ્ટર વગેરે વિશે સમજ આપી હતી.
તાલીમ કાર્યક્રમાં મતદારયાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા માટે અથવા એક મતદાર વિભાગમાંથી બીજા મતદાર વિભાગમાં સ્થળાંતર માટે અરજીફોર્મ, ફોર્મનં-૬,૭,૮ અંગે વિસ્તૃત સમજ આપી હતી.
નવસારી નાયબ જિલ્લા ચુંટણી અધિકારી પ્રજાપતિએ પણ વિસ્તૃત સમજ આપી હતી.