જીગર નાયક,નવસારી
મુંબઈ અને દક્ષિણગુજરાત સાથે સૌરાષ્ટ્રના કાંઠાવિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ ચુકી છે.જેનો પ્રભાવ નવસારીજીલ્લામાં પણ જોવામળી રહ્યો છે જીલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ધરતીપુત્રોમાં આનંદો છવાયો છે તો બીજી તરફ રોજીંદાકામે નીકળતો નોકરિયાતવર્ગ અને વિદ્યાર્થીઓ પાણીના ભરાવવાના કારણે હાલાકી વેઠવી પડી છે…હવામાન વિભાગની આગાહીના પગલે વહીવટીતંત્રએ તમામ સરકારીકર્મચારીઓને ફરજ પર હાજર રેહવા સૂચનાઓ આપી દીધી છે સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને કામગીરી કરવા એલર્ટ કરી દીધા છે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય એવા સંજોગોમાં તાત્કાલિક ધોરણે કામગીરીઓ થાય એવા આદેશો આપી દીધા છે નવસારીજીલ્લાનો બાવન કિલોમીટર દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી રહી છે જોકે ઉપરવાસ ઓછા વરસાદને લઈને ગંભીર સમસ્યાઓ આવી શકે એમ નથી……..
છેલ્લા 24 કલાક માં વરસાદ
નવસારી – ૯ ઇંચ
જલાલપોર ૯:૫૦ ઇંચ
ચીખલી ૬ ઇંચ
ગણદેવી ૬ ઇંચ
વાંસદા – ૧ ઇંચ
ખેરગામ – ૨ ઇંચ