જીગર નાયક ,નવસારી
ખોરાકની શોધમાં ખતરનાક ગણાતા દીપડાઓ ગ્રામ્ય વિસ્તારોમાં પોતાનો અડ્ડો જમાવીને બેસી ગયા છે ત્યારે નવસારી જિલ્લાના કુરેલગામે ઉપરા છાપરી દીપડાઓ ગામમાં ટહેલવા આવતા લોકોના તંબુમાં ગભરાટ ફેલાયો છે.એક મહિનામાં કુરેલ ગામે ૪ દીપડો પાંજરે પુરાયો છે.તો છેલ્લા બે વર્ષમાં ગામમાં ૧૫ મોં દીપડો વનવિભાગે પાંજરે પૂર્યો છે કુરેલ ગામમાં દીપડા રાજને કારણે ગામજનો ભયભીત બન્યા છે દીપડાઓ પાંજરે પૂર્યાનો સીલસીલો યથાવત રહ્યો છે તો બીજીતરફ હજીપણ ૪ જેટલા દીપડાઓ ગામના ખેતરમાં ખોરાકની શોધમાં બાજનજર રાખીને બેઠા છે.વારંવાર દીપડાના આગમને લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા છે ત્યારે વીજ કંપનીઓ રાત્રી દરમ્યાન ખેતરમાં વીજળી આપતા ખેડૂતો દિવસ દરમયાન વીજળી આપે એવી માંગ કરવા છતાં દીપડાના ભયના ઓજા હેઠળ રાત્રે ખેતરે જવા ખેડૂતો મજબુર બન્યા છે.
Advertisement