Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

દમણ થી સુરત લઇ જવાતો રૂપિયા 12000 ના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા.જેમાં એક મહિલા,બે સગીર અને એક યુવક પણ…

Share

દિનેશભાઇ અડવાણી

નવસારી રેલવે અને આરપીએફ પોલીસે કચ્છ એક્સપ્રેસમાં વિદેશી દારૂ લઇ જતા હોય તેની બાતમી મળતા પોલીસે નવસારી રેલવે સ્ટેશને સ્લીપર કોચના નં- 7 અને 8 માંથી ઉતરેલા દારૂ લઇ જતા આરોપીઓ પાસે થી અંદાજે નંગ-240 વિદેશી દારૂ કિંમત રૂપિયા ૧૨૦૦૦ નો માલ મળી આવતા ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.તેમાં બે સગીર હોવાનું માલુમ પડ્યું હતું.વધુ તપાસ રેલવે પોલીસ કરી રહી છે.

Advertisement

નવસારી રેલવે પોલીસને બાતમી મળી હતી કે કચ્છ એક્સપ્રેસમાં આવેલ સ્લીપર કોચ નં-7 અને 8 ની વચ્ચે આવેલ બાથરૂમમાં કેટલાક લોકો બાથરૂમ બંધ કરી બેસેલા છે. જેથી મુસાફરોએ પોલીસને જાણ કરી હતી કે આ લોકો બાથરૂમમાં જવા દેતા નથી તેને આધારે પોલીસે આ બાબતે નવસારી રેલવે પોલીસને જાણ કરી હતી. નવસારી રેલવે સ્ટેશને આ ટ્રેન આવતાં પોલીસે સ્લીપર કોચ માંથી વિદેશી દારૂ સાથે ચાર ઈસમોને ઉતાર્યા હતા. જેમાં એક પોલીસને જોઈ ભાગી ગયો હતો .આ દારૂ દમણ થી લાવ્યા હૉય અને સુરત ખાતે લઇ જવાનું આરોપીઓએ જણાવ્યું હતું.પકડાયેલ આરોપીઓ ની અટક કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલ આરોપીઓ

(૧).રેખાબેન દેવીપૂજક, રહે લંબે હનુમાન રોડ.
(૨).ઓમકાર,રહે પાટીચાલ ફૂટપાથ.
(૩).એક ૧૪ વર્ષની સગીરા અને એક 10 વર્ષનો સગીર.


Share

Related posts

રાજપીપળાનાં મુસ્લિમ સમાજનાં લોકોએ શબે બરાતમાં ઘરે રહી નમાજ અદા કરી લોકડાઉનમાં તંત્રને સહયોગ આપ્યો.

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને 150 જેટલી અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે નવાગામ કરારવેલ ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!