દિનેશભાઇ અડવાણી
પશ્ચિમ બંગાળના કલકત્તા ખાતે ડોક્ટર પર થયેલા હુમલા બાદ સમગ્ર દેશભરના ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે.ઠેર-ઠેર રેલીનું,બેઠકનું વગેરેનું આયોજન કરવામા આવી રહ્યું છે અને સાથે-સાથે ડોક્ટરો પોતાની સલામતી અંગે સરકારને પ્રશ્ન કરી રહ્યા છે.તેના જ એક ભાગ રૂપે આજરોજ નવસારી ખાતે શહેર અને જિલ્લાના ડોકટરોએ કાળી પટ્ટી પેહેરી વિરોધ કર્યો હતો અને શહેરના મુખ્યમાર્ગે રેલી સ્વરૂપે બેનરો બતાવી પોતાનો વિરોધ દર્શાવીયો હતો.આ રેલીમાં ૫૦ જેટલા ડોક્ટરોએ માર્ગો પર ઉતરીને શાંતિ પૂર્ણ રીતે વિરોધ કર્યો હતો.ડોક્ટરો પર થયેલ આ હુમલાને લઈને દિવસે ને દિવસે વાતાવરણ ગરમાતું જાય છે.પશ્ચિમ બંગાળના ડોક્ટરોએ હડતાલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યા હતા અને સરકાર સમક્ષ પોતાની કેટલીક માંગો મૂકી છે હવે જોવું રહ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ડોક્ટરોની માંગો પુરી કરે છે કે કેમ.