જીગર નાયક,નવસારી
Advertisement
નવસારી જિલ્લાના વાંસદામાં ઝાડા ઉલટીનો વાવર સામે આવ્યો છે. વાંસદામાં જુદા જુદા ફળિયામાં કુલ ૧૮ જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. જેથી તમામને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ આટલાં કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.પાણી જન્ય રોગચાળો વાંસદામાં ફેલાયો છે. વાંસદામાં અલગ અલગ ફળિયામાં 18 જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. જેથી સામૂહિક રીતે તમામને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ સામૂહિક રીતે તમામને દાખલ કરીને સારવાર શરૂ કરી હતી. પીવાના પાણીમાં કંઈક મિશ્ર થયું હોવાથી તમામને ઝાડા ઉલટી થયા હોવાથી તંત્ર દોડતું થયું હતું. અને જરૂરી વિભાગો દ્વારા રોગચાળો વધુ ન વકરે તેવી તકેદારીના પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યાં હતાં.