નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ડાભેલ નવી નગરી મુકામે રેહતો કથિત પત્રકાર હનીફ મુસા ચોઠીયાના મકાનમાં ગેર કાયદેસર જંગલી તિતરને બંધક બનાવી રાખ્યા હોવાની માહિતી વન વિભાગના અઘિકારીને મળી હતી, જેને લઇ વનવિભાગના અઘિકારી દ્વારા સ્થાનીક પોલિસની મદદ લઇ હનિફ ચોથીયાનાં મકાનમાં દરોડા પાડી ગેરકાયદેસર રીતે એક આઝાદ પક્ષીને પોતાના ઘરમાં બંધક બનવી ગેરકાયદેસર રીતે રાખીને અપરાધ કર્યો હોવાનું સામે આવ્યુ હતું.
આ અપરાધને ધ્યાનમાં લઇ વન વિભાગના અધિકારીઓ એ કાયદાકીય પગલા લઈ હનીફ મુસા ચોથીયાના ઘરે રેડ કરી ચાર જેટલા તિતરને પાંજરામાં બંધક બનાવી રસોડામાંથી પૂરી રાખવામાં આવ્યા હતા, જેથી વન વિભાગના અધિકારીઓએ હનીફ મુસા ચોથીયા, રહે. નવી નગરી (ડાભેલ)ને બે લાખ રૂપિયાનો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહિ કરી હતી.
Advertisement