Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના વેસ્મા ઓવરબ્રિજ પર એક ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, બે વોન્ટેડ

Share

નવસારી શહેરના અડીને આવેલા નેશનલ હાઈવે 48 પરથી વધુ એકવાર દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મુંબઈથી કામરેજ જઈ રહેલા 1212 નંગ દારૂને બાતમીને આધારે LCB એ રેડ કરતા એક ઇસમને ઝડપી પાડયો હતો.

LCBના ASI દેવિસિહ,HC મિલનભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે મુંબઈથી અમદાવાદ રૂટ પર વેસ્મા ઓવર બ્રિજથી આગળ વોચ ગોઠવી મૂળ પાટણ જિલ્લાનો ટ્રક ચાલક આરોપી અક્રમ શૈખ દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો.આ જથ્થો ભરાવી આપનાર પ્રકાશ મરાઠી નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સાથે દારૂ મંગાવનાર મનોજ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.1212 દારૂની બોટલ સાથે 2,82,000 નો દારૂ સાથે 700000 ના ટ્રક સાથે 9,82,500 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.


Share

Related posts

નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધાયો મોટો ઘટાડો : 1200 મેગાવોટના વીજ મથકો સતત ચાલુ રહેતા ઘટાડો નોંધાયો.

ProudOfGujarat

વિશ્વમાં કોરોના ફેલાવવા અંગે ચીનને જવાબદાર ઠેરવી આજે કરણી સેના અને જય ભવાની સેવા સંધ દ્વારા ભરૂચ કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શારદા ભવન ટાઉનહોલ ખાતે ભરતનાટ્યમ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!