નવસારીમાં ગત રાત્રિથી પડેલા ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદના જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લામાં 40 ટીમો તૈનાત કરવામાં આવી છે જેથી લોકોને બચાવી શકાય.
નવસારીની નદીઓમાં પાણીના સ્તરમાં વધુ વધારો થવાની આગાહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. મુખ્ય પૂર્ણા નદીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. હવામાન વિભાગની ચેતવણીમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગત રાત્રે અચાનક ચાર-પાંચ કલાકમાં નવસારી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વધુ કફોડી બની હતી. જિલ્લાનો 35 ટકા વિસ્તાર જળબંબાકારની ઝપેટમાં આવી ગયો છે. કલેક્ટરે શાળા-કોલેજો બંધ કરાવી છે.
પૂર્ણા નદીના જોખમના સ્તરથી ઉપર વહેતા સુરત મુંબઈ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે હાઈવે પર જામની સ્થિતિ સર્જાઈ છે. વાહનોની લાંબી કતારો લાગી છે. કેટલીક જગ્યાએ હાઈવેના બંને છેડે પાણી ભરાઈ ગયા છે.
નવસારી જિલ્લાના કેટલાક પોશ વિસ્તારો પણ ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ છે. પૂર્ણા નદીનું જોખમ 23 ફૂટ છે. નદી હાલમાં 24 ફૂટના સ્તરે વહી રહી છે. લ્લામાં પૂર્ણા નદીએ ખતરાના નિશાનને વટાવ્યા બાદ લોકો નદી કિનારે ન જાય તે માટે પોલીસને એલર્ટ કરવામાં આવ્યા છે.