Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચીખલી તાલુકા પંચાયત માં સત્તા જાળવી રાખવા માં કોંગ્રેસ સફળ

Share

જીગર નાયક ,નવસારી

ચીખલી તાલુકા પંચાયત માં ૧૩ જૂનના રોજ યોજાયેલ ચૂંટણીમાં હોબાળો થતા મુલતવી રખાયેલી ચૂંટણીને કોંગ્રેસ દ્વારા હાઈકોર્ટ માં રિટ દાખલ કર્યાબાદ હાઈકોર્ટ ના આદેશબાદ આજરોજ ચુસ્ત પોલીસ બંદોસબસ્ત વચ્ચે ફરી ચૂંટણી યોજાઈ હતી.જેમાં કોંગ્રેસ ના તમામ ૧૭ સભ્યો કોંગ્રેસના ઉમેદવાર ને મતદાન કર્યું હતું તો ભાજપ ના તમામ ૧૧ સભ્યો એ ભાજપ ના ઉમેદવાર ને મત આપતા ચીખલી તાલુકા પંચાયત માં આવનાર અઢી વર્ષ ની ચૂંટણી માટે કોંગ્રેસ ના નરેન્દ્ર પટેલ નો ભવ્ય વિજય થયો હતો.તો ઉપપ્રમુખ પદ માટે પણ કોંગ્રેસ ના અંજનાબેન પટેલ નો ભવ્ય વિજય થયો હતો.તો ભાજપ પાસે થી સત્તા આંચકી લીધાબાદ કોંગ્રેસે અઢીવર્ષ ની શાસન ધુરા સાંભળ્યા બાદ ફરી અઢી વર્ષ માટે પોતાનું શાસન ટકાવી રાખ્યું હતું.

Advertisement

Share

Related posts

સુરત શિક્ષણ સમિતિમાં આયોજિત રાસ-ગરબા સ્પર્ધામાં વાલીઓએ લોક નૃત્યોની કૃતિ રજૂ કરી

ProudOfGujarat

વડોદરા એમ.એસ. યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથ વચ્ચે મારામારી

ProudOfGujarat

વાંકલ : બારડોલી પ્રદેશ મૈસુરીયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાલા દેવી માતાજી મંદિરનાં ૧૫ માં પાટોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!