ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ભીનાર ગામના ખડકાળા ફળિયામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર દારૂનું વેચાણ કરવામાં આવે છે. જે બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ એ ભીનાર ગામના ખડકાળા ફળિયામાં ઘર નં.૧૩૯૬ માં રેઇડ કરી હતી ત્યાં કલ્પેશભાઈ બાબુભાઈ પટેલના ઘરની તપાસ કરતા ઘરમાંથી પૂઠાના બોકસમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ જેમાં કુલ બોટલો નંગ-492 જેની કિં.રૂ. 71,520/- મળી આવેલ.જે બાદ ત્યાં હાજર (૧) કલ્પેશભાઈ બાબુભાઈ પટેલ (ઉ.વ. 37, રહે- ઘર નં.1396, ખડકાળા ફળીયું, ભિનાર ગામ, તા.વાંસદા, જી.નવસારી )અને (૨) ભરતભાઇ ગમનભાઇ પટેલ (ઉ.વ. 34, ખડકાળા ફળીયું, ભિનારગામ, તા.વાંસદા, જી.નવસારી) ની અટક કરવામાં આવી હતી. તેમજ કુલ દારૂનો જથ્થો જેની કિં. રૂ.71,520/- અને મોબાઈલ નંગ – 2 જેની કિં.રૂ.10,000/- હોય એમ મળી કુલ રૂ. 81,520/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,મિનેષભાઈ રવજીભાઈ રાઠોડ (રહે.સેલવાસ,દાદરા નગર હવેલી સંધ પ્રદેશ) દારૂનો જથ્થો પૂરો પાડતા હતા.જે બાદ પોલીસે મિનેષ રાઠોડને વોન્ટેડ જાહેર કરેલ છે. આ અંગેની ફરિયાદ વાંસદા પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
નવસારીના વાંસદા તાલુકામાં ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા, વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Advertisement