આજના યુગમાં એકદમ યથાર્થથી છે. રક્તદાન એ મહાદાન એટલા માટે કહે છે કે, રક્તદાતા એક વખત રક્તદાન કરીને ત્રણ જીવન દાન આપી શકે છે. આ એક એવું દાન છે કે, દાન આપનારને કોઈ અભિમાન નથી થતું અને સ્વીકારનારને તેનો સંકોચ નથી થતો. જેને ધ્યાને લઈ વેસ્મા સ્થિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ મુકામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. હાલ રક્ત ઉપર નિર્ભર જીવન જીવતા દર્દીઓ દયનીય હાલતમાં મૂકાયા છે. ત્યારે વેસ્મા સ્થિત આવેલ અમૃત લાલ દેસાઈ હોસ્પિટલ મુકામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં ૧૦૦ થી વધુ રક્ત યુનિટ દાન કરી રકત દાતાઓ એ માનવતા મહેકાવી હતી.
આ પ્રસંગે રકતદાતાઓએ સ્વાસ્થ્યના તમામ માપદંડોને ધ્યાને લઈ રકતદાનનું પ્રેરણાદાયી કામ કરી માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાન કરવા આવનાર દરેક રક્તદાતાને આ સંસ્થા દ્વારા સન્માનપત્ર અને ગીફ્ટ આપીને આભાર વ્યક્ત કર્યો હતો તેમજ દરેક રક્તદાતા માટે ચા, કોફી અને નાસ્તાની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.
નવસારી : વેસ્મા ખાતે અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Advertisement