Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી : ખેર ગામમાં વીજપોલમાં ધડાકાભેર બાઇક અથડાતાં 2 ના મોત, 1 ગંભીર

Share

નવસારી જિલ્લાના ગણદેવી-દુવાડા જતા માર્ગ પર બુધવારે મધ રાતે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્રિપલ સવારી જતા યુવકોની બાઇક ખેરગામના વળાંક નજીક વીજપોલ સાથે અથડાઈ હતી, જેમાં ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. યુવકોને હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ટુંકી સારવાર બાદ ત્રણ પૈકી બે યુવકનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગણદેવી તાલુકાના ધનોરીના તાડ ફળિયામાં રહેતા 20 વર્ષીય અજય હળપતિ, ઉજ્જવલ હળપતિ અને ખેરગામના વશી ફળિયામાં રહેતો 19 વર્ષીય મિત્ર વિશ્વમ હળપતિ ગણદેવીમાં રહેતા મિત્રનો જન્મદિવસ હોવાથી ઉજવણી કરવા માટે બુધવારે મોડી સાંજે અજયની બાઇક પર ટ્રિપલ સવાર થઈને બર્થડે પાર્ટીમાં ગયા હતા. મોડી રાત્રે ત્યાંથી પરત ફરતી વખતે ખેરગામ નજીકના એક વળાંક પર તેની બાઇક વીજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Advertisement

આ ગોઝારા અકસ્માતમાં ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે લોકોની ભીડ એકત્ર થતા ઇજાગ્રસ્તોને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ ઉજ્જવલ અને વિશ્વમનું મોત નીપજ્યું હતું. જ્યારે અજય હાલ પણ સારવાર હેઠળ છે. આશાસ્પદ યુવકોના મોતથી પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ મામલે પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના કંસાલી ગામેથી માંગરોળ પોલીસે 1,14,000 નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો..

ProudOfGujarat

વડોદરામાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમતો શખ્સ ઝડપાયો

ProudOfGujarat

ગુજરાત ATS એ સાવલીના મોકસી ખાતે નેક્ટર કેમ કંપનીમાં દરોડા પાડીને અંદાજે 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!