નવસારીમાં બે એસટી બસો સામ સામે અથડાતા એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. સિટી બસો બાદ હવે એસટી બસોની અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે એસટી બસોમાં પણ આ ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે. તેમાં પણ નવસારીના ચારપુલમાં બે એસટી બસ સામ સામે અથડાઈ હતી. એક મહિલાને અડફેટે લેતા ગંભીર રીતે ઈજા મહિલાને પહોંચી હતી.
એસટી બસના ચાલકો ફૂલ સ્પીડે બસ ચલાવતા હોવાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે. ગંભીર રીતે મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી છે. અગાઉ એસ.ટી. બસ સિવાય સુરતમાં બીઆરટીએસ બસના કારણે પણ ગંભીર અકસ્માત થતા એક યુવકનો આ જ સપ્તાહ દરમિયાન મોત થયું હતું. બાઈક પર ત્રણ યુવકો સવાર હતા જેમાં એકને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે ગઈકાલે અમદાવાદમાં પણ સિટી બસે એક વૃદ્ધને અડફેટે લેતા તેમનું કરુણ મોત થયું હતું.
આમ એસટી બસ અને સિટી બસના કારણે અવાર નવાર આ પ્રકારે અકસ્માતની ઘટનાઓ પણ સામે આવી રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા સાવચેતી પૂર્વક ડ્રાઈવરે બસ ચલાવવી પણ જરુરી છે. કેમ કે, તેના કારણે અંદર બેઠેલા પેસેન્જરોનો જીવ પણ તાળવે ચોંટે છે.