Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

નવસારીના વિજલપોરમાં ધોળા દિવસે યુવાનની કરપીણ હત્યા

Share

નવસારીના વિજલપોરના પ્રતીક્ષા રો હાઉસ પાસે એક યુવાનની હત્યા કરાઈ ધર્મેન્દ્ર સોનકર નામના યુવાન ઘર પાસે ઉભો હતો ત્યારે એક અજાણ્યા ઈસમે પેટમાં ચપ્પુ હુલાવી દેતા તે જગ્યા પર જ ફસડાઈ પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વિજલપોર પોલીસ દોડી આવી તપાસ શરૂ કરી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવાન પર હુમલો અંગત અદાવતમાં કરવામાં આવ્યો છે. યુવાન યુપીના ફતેપુર જિલ્લાનો વતની છે અને છેલ્લા 20 વર્ષથી વધુથી નવસારીના વિજલપોરમાં રહીને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલો હતો યુવાનને પરિવારમાં પત્ની અને પુત્રી છે. બપોરે ઘર આગળ ઊભા રહેલા ધર્મેન્દ્ર સોનકર પર એકાએક ઘાતકી હુમલો કરી હુમલાખોર નાસી છૂ્ટ્યો હતો.

હત્યાની જાણ થતા વિજલપોર પોલીસ દોડતી થઈ હતી અને સીસીટીવી સહિત બાતમીદારોને કામે લગાડી અજાણ્યા હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, નવસારીનો વિજલપુર વિસ્તારમાં મોટાભાગે શ્રમિક વર્ગ રહે છે જ્યાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

Advertisement

Share

Related posts

જસ્ટિસ યુયુ લલિતે દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે લીધા શપથ, 74 દિવસનો કાર્યકાળ રહેશે.

ProudOfGujarat

ભરૂચ : સી.એમ આવવાના હોય અને રસ્તાઓનું પેચવર્ક ૮૦% થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હોવાનું ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિનો દાવો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!