Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી જિલ્લાના મરોલી પોલીસ સ્ટેશનને હિન્દુ- મુસ્લિમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ

Share

આવનાર દિવસોમાં બકરી ઈદ જેવા પવિત્ર તહેવારો દરમિયાન ડાભેલ પંથકમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ડાભેલ ગામ મુકામે મરોલી પોલીસ ઈન્સ્પેકટર કે.એલ.પટની ના અધ્યક્ષ સ્થાને સાંજ સમયે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાભેલ, સીમલક, આસણા, કાળાકાછાનાં આગેવાનોએ ઉપસ્થિત રહી મરોલી પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.એલ.પતની એ તહેવારો દરમ્યાન આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તેની ખાતરી આપી હતી. ઉપસ્થિત આગેવાન દ્વારા જણાવ્યુ હતું કે ઈદ કે અન્ય કોઈ પણ તહેવાર હોય આ વિસ્તારમાં શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાતા આવ્યા છે, અને આગામી તહેવારોમાં પણ કોઇ અનઇચ્છનીય ઘટના ન બને તેવી બાહેધારી આપી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા જિલ્લા જેલ ખાતે સેવાભાવી રાજેન્દ્રભાઈએ દેવ દિવાળી જેલમાં કેદીઓ સાથે ઉજવી.

ProudOfGujarat

નર્મદાના વકીલો અચોક્કસ મુદતની હડતાલ પર જતા રાજપીપળાની તમામ કોર્ટોની કામગીરી ઠપ્પ…

ProudOfGujarat

અમદાવાદમાં વિશાલા સર્કલ પાસે AMTS ની બસે અકસ્માત સર્જતા ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!