Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

નવસારીનાં દુવાડા ગામ પાસે મહિલાની હત્યાનો મામલો, લીવઇનમાં રહેતા યુવકે જ મોતને ઘાટ ઉતારી, CCTV ની મદદથી હત્યાનો ભેદ ઉકેલાયો

Share

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દુવાડા ગામ નજીક એક અવાવરૂં જગ્યામાં મહિલાની લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટના સ્થળ નજીક લાગેલા સીસીવીટી ફૂટેજ ચેક કરતા હત્યા પહેલા એક યુવક મૃતક યુવતીને બાઇક પર લઈ જતા નજરે આવ્યો હતો. જ્યારે પરત ફરતી વખતે તે યુવક એકલો જોવાયો હતો. આથી પોલીસને શંકા જતા તે યુવકની ઓળખ કરી ધરપકડ કરતા યુવકે યુવતીને ગળેટૂંપો આપી બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીના ગણદેવી તાલુકાના દુવાડા ગામ નજીક એક અવાવરૂં જગ્યામાં ત્રણ દિવસ પહેલા એક મહિલાની લાશ મળી આવતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. આથી પોલીસે ઘટના સ્થળે પહોંચી મહિલાના શવને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળ નજીક લાગેલા એક સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં હત્યાની ઘટના પહેલા એક યુવક યુવતીને બાઇક પર લઈ જતા નજરે પડ્યો હતો. જ્યારે પરત ફરતી વખતે યુવક એકલો જ દેખાયો હતો. આથી પોલીસને શંકા જતા તે યુવકની ઓળખ કરી તેની ધરપકડ કરી હતી. ત્યાર બાદ પોલીસે કડક પૂછપરછ કરતા યુવકે યુવતીને ગળેટૂંપો દઈ બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. યુવકે જણાવ્યું હતું કે, તેનું નામ મયુર ઉર્ફે માયા હળપતિ છે. મૃતક યુવતી અને તે છેલ્લા ઘણા સમયથી લીવ-ઇનમાં રહેતા હતા. મૃતક યુવતીના પ્રથમ પતિનું કોરોના દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ બંને એકબીજાના સંપર્કમાં આવતા પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, લીવ-ઇનમાં રહેતા દરમિયાન બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દરમિયાન યુવતી તેના પિયરે ગઈ હતી. ત્યાંથી મંગળવારે બપોરે પરત આવતી વખતે તેની હત્યા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

ProudOfGujarat

મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…

ProudOfGujarat

પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટરની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!