Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટનામાં 40 થી વધુ લોકોને અસર

Share

નવસારીના બીલીમોરામાં એક આઈસ ફેકટરીમાં ગેસ લીકેજ થવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ બીલીમોરાના સરદાર માર્કેટ નજીક આવેલી હરિસિદ્ધિ આઈસ ફેકટરીમાં ગેસ લીકેજની ઘટના બની છે.

નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાના બીલીમોરામાં એમોનિયા ગેસ લીકેજ થવાથી 40થી વધારે લોકોને અસર થઈ છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લીધી હતી. જો કે આ ઘટનામાં એક વ્યક્તિને ગેસ લીકેજ બાદ શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતા તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગેસ લીકેજની ઘટના કેવી રીતે બની છે તેની પ્રાથમિક માહિતી હાલ જાણી શકાઈ નથી પણ આ મામલે વહીવટી તંત્રની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસની ટીમ પણ ધટના સ્થળે પહોંચીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરત શહેર પોલીસ વિસ્તારમાં જ નામચીન બુટલેગરના જન્મ દિવસની ઉજવણી બાદ કોઇ પગલા ન ભરાતા અનેક પ્રશ્નો થયા ઉભા..!

ProudOfGujarat

વધતી મોંઘવારી સામે ભરૂચમાં મહિલા કોંગ્રેસ આક્રમક, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાતા પોલીસે કરી અટકાયત..!

ProudOfGujarat

વડોદરામાં સિંધરોટ રોડ પર ઇકો કારમાં આગ ભભૂકી ઉઠતા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!