Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારીના ચીખલી હાઇવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત

Share

નવસારીના ચીખલી નજીક હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બંને વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત થયેલી કાર ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંને ઘાયલ થયેલા વ્યક્તિઓને તરત જ સારવાર અર્થે સુરતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભૂતકાળમાં પણ આ હાઇવે પર અનેક જીવલેણ અકસ્માતો થતા રહ્યાં છે. ભૂતકાળમાં પણ આમરી ગામના રહીશોએ આ રસ્તા પર ભારેવાહનોની સતત અવર જવરને લઇને અનેક રજૂઆતો કરી હતી. છતાં હવે એ જોવાનુ રહ્યું કે, આવા ગંભીર અકસ્માતો પછી પણ શું પોલીસ તંત્ર જાગશે ખરુ ? કે આવા ગંભીર અકસ્માતોનો સીલસીલો સતત ચાલતો જ રહેશે?

Advertisement

Share

Related posts

કોંગ્રેસી નેતાએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપ દ્વારા માંગરોળમાં વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં મહાશિવરાત્રીની કરાઈ ઉજવણી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા ભાજપા દ્વારા સાંસદના સમર્થનમાં પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!