Proud of Gujarat
FeaturedGujaratINDIA

મત્સ્ય ઉદ્યોગમાં ડીઝલ સબસીડી અને પુરતા ભાવ ન મળતાં હજારો માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર

Share

યુક્રેન રશિયા વચ્ચેના યુદ્ધ અને ચાઇનાની કોરોનાની સ્થિતિની અસર મત્સ્યોદ્યોગ ઉપર જોવા મળી રહી છે, ખાસ કરીને દરિયાઈ મેવાનાં ભાવ 50 થી 60 ટકા ઘટવા સાથે ત્રણ વર્ષોથી મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવેલા ટ્રોલર બોટમાં માછીમારોને હજી ડીઝલ સબસીડી નથી મળતી, જેને કારણે જીવના જોખમે દરિયો ખેડતા માછીમારોને આર્થિક સંકટના વાવાઝોડાને વેઠવું પડી રહ્યુ છે. જેથી નવસારી અને વલસાડના 1 હજાર બોટના માછીમારો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી સરકાર પાસે રાહતની આશ રાખી બેઠક છે.

નવસારી જિલ્લાને 52 કિમીનો દરિયા કિનારો છે અને કાંઠે રહેતા માછીમારો દરિયો ખેડવા મુંબઈના ભાઉચા ધક્કા અથવા પોરબંદર, ઓખા તરફ ટ્રોલર બોટ લઇને માછીમારી કરવા જતા હોય છે. પરંતુ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બનેલ ધોલાઈ બંદરેથી મચ્છીમારી કરવા માટે સ્થાનિક તંત્ર તેમજ સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતા કોરોના કાળથી 300 બોટના માછીમારોએ મહારાષ્ટ્રનું રજીસ્ટ્રેશન કેન્સલ કરાવી, ગુજરાતમાં વલસાડથી રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ માછીમારોને ડીઝલ સબસીડી મળતી નથી, વારંવારની સરકારમાં રજૂઆતો બાદ પણ સબસીડી ન મળતા ડીઝલનો ખર્ચો માછીમારોને અસહ્ય થઈ રહ્યો છે. 15 થી 17 દિવસ સુધી દરિયામાં માછીમારી કરતી એક બોટને 2200 થી 2500 લીટર ડીઝલની ખપત થાય છે, જે 2 થી અઢી લાખ રૂપિયાનું પડે છે. જેની સાથે ખલાસીઓ અને કેપ્ટનના પગાર, રાશન, બરફ વગેરે મળીને 4 લાખ રૂપિયાની એક ફિશીંગ ટ્રીપ પડે છે. પરંતુ છેલ્લા થોડા સમયથી દરિયાઈ મેવો પકડીને બંદર પર આવતા જ માછીમારોને નિરાશા મળે છે.
માછલીઓના ભાવ 50 થી 60 ટકા ઓછા બોલાય છે અને આવકની સામે ખર્ચો વધી જાય છે. જેથી કંટાળીને નવસારી અને વલસાડના માછીમારોએ એક સંપ થઈ 1 હજાર ટ્રોલર બોટ બંદરે લાંગરી દીધી છે, જેમાં 300 બોટ ધોલાઈ બંદરે અને 700 બોટ મુંબઈ સ્થિત ભાઉચા ધક્કા ખાતે અચોક્કસ મુદ્દત માટે બાંધી હડતાળ પર ઉતર્યા છે.

Advertisement

ભારતમાં બીજા નંબરે મચ્છીમારીનો વ્યવસાય આવે છે. ખેડૂતોની જેમ જ દરિયાને ચીરીને માછલી કાઢી લાવતા માછીમારોની સ્થિતિ ડીઝલ સબસિડીમાં અભાવમાં દયનીય બની છે. 3600 થી વધુ પરિવારોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદરૂપ થતા ટ્રોલર બોટના માછીમારો ધંધો ટકાવી રાખવા સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે.


Share

Related posts

માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની અરજીનો કર્યો સ્વીકાર, 21 મી જુલાઇએ થશે સુનાવણી

ProudOfGujarat

ભરૂચ : ડેડીયાપાડાનાં પૂર્વ વિસ્તારમાં વધુ વરસાદ પડતા ખેડૂતોનાં પાકોને નુકસાન અંગે વળતર આપવા બાબતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કુંડ કેવડી ગામના આદિવાસી યુવાનો દ્વારા નવરાત્રીની અનોખી ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!