નવસારીમાં વહેલી સવારે કામ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થતા 9 લોકોના મોત નિપજ્યા છે. પીએમએ ટ્વીટ કરીને આ ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. મૃતક પરીવારને 2-2 લાખની સહાય પણ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં લક્ઝરી બસ અને ફોર્ચ્યુનર વચ્ચે ભયાનક અકસ્માત થતા 9 લોકો મોતને ભેટ્યા છે. ફોર્ચ્યુનર કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા કારને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બીજી તરફ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાંથી જઈને આવેલી બસમાં સવાર નાગરીકોને પણ નાની મોટી ઈજા થઇ છે. ફોર્ચ્યુનરમાં સવાર 8 લોકો મોતને ભેટ્યા છે જ્યારે બસમાં સવાર એકનું મોત થયું છે.
વલસાડથી ભરૂચ જઈ રહેલી ફોર્ચ્યુનરના ચાલકે કાર ડિવાઈડર ઓળંગીને અમદાવાદના પ્રમુખસ્વામી નગરથી પરત ફરી રહેલી બસ સાથે ટક્કર મારી હતી. જેના કારણે બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. ફોર્ચ્યુનરમાં સવાર 9 પૈકી 8 ના ત્યાં જ મોત થયા હતા જ્યારે 30 જેટલા લોકો બસામાં ઘાયલ થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. આ ઘટનામાં મૃતકોને 2-2 લાખની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને 50,000 ની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાતના નવસારીમાં થયેલ સડક દુર્ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ભગવાન તેમને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યું છે, તેઓની ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.
અકસ્માત એટલો ભયાનક હતો કે કાર લક્ઝરી બસ સાથે અથડાતાં બસમાં સવાર મુસાફરને હાર્ટ એટેક આવ્યો હતો. બસમાં સવાર કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. બસમાં સવાર 30 લોકોને નાની-મોટી ઈજાઓ થતા નવસારી સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. જેમાંથી 11 ગંભીર રીતે ઈજાગ્રસ્તોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે.